Site icon News Continuous Bureau | Mumbai

Iran-Israel War Update: ઈરાને શાંતિ માટે રાખ્યો શરતોનો પહાડ; હોર્મુઝ અને મીડિયા કંટ્રોલ સહિતની ૬ માંગણીઓએ અમેરિકાની ઊંઘ ઉડાડી.

Iran-Israel War Update: ટ્રમ્પના ૪૮ કલાકના અલ્ટીમેટમ વચ્ચે તેહરાનનો વળતો પ્રહાર, અમેરિકી સૈન્યને હટાવવા અને નુકસાનીના વળતરની જીદ; જાણો ઈરાનની તમામ ૬ શરતો.

Iran Sets 6 Hard Conditions to End War From US Military Withdrawal to New Rules for Strait of Hormuz

Iran Sets 6 Hard Conditions to End War From US Military Withdrawal to New Rules for Strait of Hormuz

News Continuous Bureau | Mumbai

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હાલમાં કોઈ શાંતિના અણસાર દેખાઈ રહ્યા નથી. ઉલટાનું, ઈરાને હવે યુદ્ધવિરામ માટે એવી શરતો જાહેર કરી છે જે સમગ્ર પશ્ચિમ એશિયાનું સમીકરણ બદલી શકે છે. લેબનાની મીડિયા આઉટલેટ ‘Al Mayadeen’ ને આપેલા ઈન્ટરવ્યુમાં ઈરાની સુરક્ષા અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે જો આ શરતો નહીં મનાય તો ઈરાન પર થતા દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

Join Our WhatsApp Channel

યુદ્ધ રોકવા માટે ઈરાનની ૬ મુખ્ય શરતો

ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ નીચે મુજબની શરતો રજૂ કરી છે:
૧. યુદ્ધ ન દોહરાવવાની ગેરંટી: કોઈ કામચલાઉ યુદ્ધવિરામ સ્વીકાર્ય નથી, ભવિષ્યમાં હુમલો નહીં થાય તેની લેખિત ખાતરી જોઈએ.
૨. અમેરિકી સૈન્યની વિદાય: પશ્ચિમ એશિયામાં રહેલા તમામ અમેરિકી સૈન્ય ઠેકાણાઓને સંપૂર્ણપણે હટાવવાની માંગ.
૩. નુકસાનીનું વળતર: યુદ્ધ દરમિયાન ઈરાનને થયેલા આર્થિક અને માળખાકીય નુકસાન માટે વળતર ચૂકવવું પડશે.
૪. તમામ પ્રાદેશિક યુદ્ધોનો અંત: આ સંઘર્ષને વ્યાપક સંદર્ભમાં જોઈને તમામ મોરચે લડાઈ બંધ કરવી.
૫. હોર્મુઝ પર નવી કાનૂની વ્યવસ્થા: વિશ્વના સૌથી મહત્વના ઉર્જા માર્ગ ‘હોર્મુઝની સામુદ્રધુની’ પર ઈરાનનું કાયદેસરનું નિયંત્રણ સુનિશ્ચિત કરવું.
૬. મીડિયા પર નિયંત્રણ: ઈરાન વિરુદ્ધ પ્રચાર કરનારા અને દુશ્મનાવટ ફેલાવનારા મીડિયા અભિયાનોમાં સામેલ લોકો પર કેસ ચલાવવો અને તેમનું પ્રત્યાર્પણ કરવું.

આ સમાચાર પણ વાંચો : India US LPG Supply 2026 ભારતની ‘પાવરફુલ’ કૂટનીતિ! ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકા-રશિયા પાસેથી મંગાવ્યો LPG; રસોડાના બજેટને બચાવવા સરકારની મોટી સફળતા.

મહિનાઓ અગાઉ તૈયાર કરાયેલી રણનીતિ

ઈરાની અધિકારીએ દાવો કર્યો છે કે તેમની સેનાએ હવે માત્ર મિસાઈલ હુમલા કરવાને બદલે દુશ્મનના અત્યંત મહત્વના અને કિંમતી ઠેકાણાઓને નિશાન બનાવવાની વ્યૂહરચના અપનાવી છે. ઈરાનનું માનવું છે કે તેણે દુશ્મનના એર ડિફેન્સ માળખાને તોડીને આકાશ પર નિયંત્રણ મેળવી લીધું છે. જ્યાં સુધી પૂર્ણ યુદ્ધવિરામની ખાતરી નહીં મળે ત્યાં સુધી હુમલા ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.

ટ્રમ્પનું અલ્ટીમેટમ અને ઈરાનની ‘અંધકાર’ ની ધમકી

નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ માર્ગ ખોલવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે, અન્યથા ઈરાનના પાવર ગ્રીડ ઉડાવી દેવાની ચેતવણી આપી છે. તેના જવાબમાં ઈરાને પણ ગલ્ફ દેશોના પાવર ગ્રીડ પર હુમલો કરી તેમને અંધકારમાં ડૂબાડી દેવાની અને હોર્મુઝને કાયમ માટે બ્લોક કરવાની ધમકી આપી છે. વર્તમાન સૈન્ય સંતુલન જોતા નજીકના ભવિષ્યમાં યુદ્ધવિરામની શક્યતા નહિવત જણાય છે.

 

US UFO Secret Files| અમેરિકાની ‘ટોપ સીક્રેટ’ ફાઇલો ખુલી! એલિયન્સ અને UFO ના અસ્તિત્વ પર ડોનાલ્ડ ટ્રમ્પનો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો, જાણો શું છે સત્ય
India US AI Cooperation। નવા યુગની તૈયારી! ભારત અને અમેરિકા વચ્ચે AI સહયોગ વધારવા પર મહોર; વિરોધી દેશોના ‘ટેકએકાધિકાર’ ને તોડવા માટે માસ્ટરપ્લાન તૈયાર
RussiaUkraine War। વિશ્વના નજર હવે આગામી ૩ દિવસ પર! ટ્રમ્પની મધ્યસ્થી અને ૭૨ કલાકનું સીઝફાયર; રશિયાયુક્રેન વચ્ચે શાંતિની છેલ્લી તક
IndiaPakistan relations। NSA અજીત ડોભાલ ફરી એક્ટિવ! પાકિસ્તાન સાથે પડદા પાછળ ચાલી રહી છે મોટી રમત; ૩ મહિનામાં ૨ વાર થઈ ગુપ્ત બેઠકો
Exit mobile version