Site icon News Continuous Bureau | Mumbai

Iran Army Helicopter Crash Isfahan: ઈરાન હેલિકોપ્ટર ક્રેશ: યુદ્ધની દહેશત વચ્ચે ઈસ્ફહાનમાં સૈન્ય હેલિકોપ્ટર ખાબક્યું ૪ લોકોએ જીવ ગુમાવ્યા..

ફ્રૂટ માર્કેટમાં તૂટી પડ્યું આર્મીનું હેલિકોપ્ટર; પાયલોટ-કો-પાયલોટ સહિત બે વેપારીઓએ જીવ ગુમાવ્યા, ટેકનિકલ ખામી હોવાનો દાવો.

Iran Army Helicopter Crash Isfahan ઈરાન હેલિકોપ્ટર ક્રેશ યુદ્ધની દહેશત વચ્ચે ઈસ્ફહાનમાં સૈન્ય

Iran Army Helicopter Crash Isfahan ઈરાન હેલિકોપ્ટર ક્રેશ યુદ્ધની દહેશત વચ્ચે ઈસ્ફહાનમાં સૈન્ય

News Continuous Bureau | Mumbai
Iran Army Helicopter Crash Isfahan અમેરિકા અને ઈઝરાયેલ સાથે વધતા તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનમાં એક મોટી દુર્ઘટના બની છે. ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ઈસ્ફહાન (Isfahan) પ્રાંતમાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૪ લોકોના મોતના સમાચાર છે. આ દુર્ઘટના તે જ પ્રાંતમાં બની છે જ્યાં ઈરાનનો મહત્વનો પરમાણુ પ્લાન્ટ આવેલો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.ઈરાની ન્યૂઝ એજન્સી ના અહેવાલ મુજબ, આ હેલિકોપ્ટર ઈરાની આર્મીની એવિએશન યુનિટનું હતું. તે ઈસ્ફહાન પ્રાંતના ખોમેની શહેર કાઉન્ટીના દારચેહ શહેરના ફળ અને શાકભાજી માર્કેટ વિસ્તારમાં તૂટી પડ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે હેલિકોપ્ટરનો કાટમાળ આખા માર્કેટમાં ફેલાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ ટેકનિકલ ખામી જણાવવામાં આવ્યું છે.

પાયલોટ અને વેપારીઓના કરૂણ મોત

આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાયલોટ અને કો-પાયલોટે જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, હેલિકોપ્ટર જે માર્કેટમાં પડ્યું ત્યાં કામ કરી રહેલા બે વેપારીઓ પણ આ અકસ્માતનો ભોગ બન્યા છે. ઈરાનનો એર સેફ્ટી રેકોર્ડ (Air Safety Record) લાંબા સમયથી ખરાબ રહ્યો છે. ઘણા વિમાનો અને હેલિકોપ્ટરો ૧૯૭૯ ની ક્રાંતિ પહેલાના છે, જેના મેન્ટેનન્સ માટે સ્પેરપાર્ટ્સની અછત વર્તાઈ રહી છે.

Join Our WhatsApp Channel

ન્યૂક્લિયર પ્લાન્ટ નજીક અકસ્માતથી ફફડાટ

ઈસ્ફહાન પ્રાંત ઈરાન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે કારણ કે અહીં તેમનો પરમાણુ પ્લાન્ટ (Nuclear Plant) આવેલો છે. જોકે હેલિકોપ્ટર માર્કેટમાં પડ્યું છે, પરંતુ પરમાણુ શહેરની આસપાસ સૈન્ય હેલિકોપ્ટરનું ક્રેશ થવું એ સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બાબત માનવામાં આવે છે. કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને સેનાએ આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

આ સમાચાર પણ વાંચો : US India Export Tariff Issue: ટ્રમ્પના એક નિર્ણયથી ભારતીય બંદરો પર અબજોનો માલ અટક્યો! ‘ટેરિફ વોર’ના ડરે નિકાસકારોએ લગાવી બ્રેક; જાણો શું છે કારણ.

યુદ્ધના માહોલમાં વધતી દુર્ઘટનાઓ

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે ઈરાન પર અમેરિકાના સંભવિત હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તાજેતરમાં જ અમેરિકાના જનરલે ઈરાન સાથેના સંઘર્ષની ચેતવણી આપી હતી. આવી સ્થિતિમાં સેનાના સંસાધનોમાં ખામી અને અકસ્માતો ઈરાન માટે ચિંતાનો વિષય છે. ઈરાની વાયુસેનાના જૂના થઈ ગયેલા કાફલાને કારણે અગાઉ પણ અનેક હાઈ-પ્રોફાઈલ અકસ્માતો થઈ ચૂક્યા છે.

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Exit mobile version