Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વ: ઇરાનમાં શાળાએ જતા અટકાવવા માટે સેંકડો વિદ્યાર્થિનીઓને ઝેર અપાયું! જાણો શું છે સમગ્ર મામલો?

જો કે ઈરાનના મંત્રી પનાહીએ આ મામલે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. હાલમાં ઈરાન સરકાર આ મામલે તપાસ કરી રહી છે.

Is Iran poisoning girls to stop them from going to school

વિશ્વ: ઇરાનમાં શાળાએ જતા અટકાવવા માટે સેંકડો વિદ્યાર્થિનીઓને ઝેર અપાયું! જાણો શું છે સમગ્ર મામલો?

News Continuous Bureau | Mumbai

ઈરાનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈરાનના એક શહેરમાં છોકરીઓને શાળાએ જતી રોકવા માટે સેંકડો છોકરીઓને ઝેર આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઈરાનના એક મંત્રીએ આ વાતનો ખુલાસો કર્યો છે. મંત્રીએ કહ્યું કે પવિત્ર શહેર કોમ સહિત ઘણા વિસ્તારોમાં છોકરીઓની શાળાઓ બંધ કરવા દબાણ કરવા માટે કેટલાક લોકો દ્વારા સેંકડો વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું. ઝેર કેમિકલ કમ્પાઉન્ડના રૂપમાં આપવામાં આવ્યું હતું અને હજુ સુધી આ મામલે કોઈ ધરપકડ કરવામાં આવી નથી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

Join Our WhatsApp Channel

સ્કૂલો બંધ કરવા વિદ્યાર્થિનીઓને ઝેર આપ્યું

ગયા વર્ષે નવેમ્બરથી, કોમ શહેરમાં શાળાની છોકરીઓના શરીરમાં ઝેરની પુષ્ટિ થઈ હતી, જેમાંથી ઘણીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. રવિવારે ઈરાનના નાયબ સ્વાસ્થ્ય મંત્રી યુનુસ પનાહીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. ઈરાનના સ્થાનિક મીડિયા અનુસાર, કોમની શાળાઓમાં ઘણી વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું. કેટલાક ઇચ્છતા હતા કે તમામ શાળાઓ, ખાસ કરીને કન્યા શાળાઓ બંધ કરવામાં આવે. જો કે ઈરાનના મંત્રી પનાહીએ આ મામલે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. હાલમાં ઈરાન સરકાર આ મામલે તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : અદાણી ગ્રુપના હાલ-બેહાલ, કંપનીઓના શેર 80 ટકા સુધી તુટ્યા, હવે રોકાણકારોનો વિશ્વાસ જીતવા કરશે આ કામ…

4 શહેરોની 14 સ્કૂલોની વિદ્યાર્થિનીઓને નિશાન બનાવી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાનના ચાર શહેરોની 14 સ્કૂલોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને નિશાન બનાવવામાં આવી હતી. તેમાં ઉત્તર-પશ્ચિમ શહેર આર્દેબિલ, રાજધાની તેહરાન, પશ્ચિમી શહેર બોરોજર્દ અને કોમ શહેરનો સમાવેશ થાય છે. કોમ શહેરને ઈરાનનું પવિત્ર, ખૂબ જ રૂઢિચુસ્ત અને ધાર્મિક કટ્ટર શહેર માનવામાં આવે છે. દેશના મોટાભાગના નેતાઓ અને રાષ્ટ્રપતિઓએ તેમનું ધાર્મિક શિક્ષણ કોમ શહેરમાંથી લીધું છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા, જેમાં કેટલાક નારાજ સંબંધીઓ શૈક્ષણિક સંસ્થાઓની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.

Anne Carson Nobel Prize Literature 2026 કેનેડિયન કવયિત્રી એન કાર્સનને મળ્યો સાહિત્યનો નોબેલ પુરસ્કાર જાણો તેમની અનોખી સાહિત્યિક શૈલી
Middle East Conflict Flareup રિયાધથી યમન સુધી મિસાઈલરોકેટનો વરસાદ! હૂથી બળવાખોરો સામે સાઉદી અરેબિયાનો રૌદ્ર વળતો પ્રહાર…
Akhilesh Yadav Ayodhya Challenge ભાજપમાં ઉમેદવાર શોધવાના ફાંફા? જો દમ હોય તો અયોધ્યાથી ચૂંટણી મેદાનમાં ઉતરો! અખિલેશ યાદવે સીએમ યોગીને ફેંક્યો ખુલ્લો પડકાર
Nana Patekar Funeral Updates અલવિદા ‘નટસમ્રાટ’! પુત્ર મલ્હારની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ, રાજકીય સન્માન સાથે અપાશે નાના પાટેકરને વિદાય
Exit mobile version