ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે યુરોપિયન દેશો હવે કોરોના સાથે જીવવાની પ્રેક્ટિસ કરવાની વાત કરી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ યુરોપિયન દેશોએ કોરોનાની સાથે જ જીવવાનું અને હવે કોરોનાને એક મહામારીના બદલે સામાન્ય ફ્લૂ માનીને આગળ વધવાનો નિર્ણય કર્યો છે.
માત્ર માસ્ક જ નહીં, ત્યાંની સરકારે કોરોના વેક્સીનની અનિવાર્યતા પણ દૂર કરી દીધી છે
સ્પેનની સરકારે કોરોનાને એક સામાન્ય ફ્લુ માની લીધો છે અને લોકોને તેની સાથે જીવવાની અપીલ કરી છે.
યુરોપના અન્ય દેશો પણ સ્પેનને અનુસરી રહ્યા છે.
ઓમિક્રોનનો સૌથી પહેલો કેસ મળ્યો હતો તે દક્ષિણ આફ્રિકાએ પણ કોરોના સંબંધિત નિયંત્રણો દૂર કરી દીધા છે.
