Site icon News Continuous Bureau | Mumbai

Israel Hamas War: બેરૂતમાં ઈઝરાયેલે ફરી મચાવી તબાહી, કર્યા હવાઈ હુમલા; આટલા લોકોના થયા મોત..

Israel Hamas War: ઇઝરાયેલે લેબનોનમાં ફરી એકવાર જોરદાર બોમ્બમારો કર્યો છે. ઇઝરાયેલના હુમલામાં લેબનોનમાં 33 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. તે જ સમયે, લેબનીઝ જૂથ હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયેલ પર પણ રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા રોકેટ હુમલામાં ઈઝરાયેલના ઉત્તરી શહેર નાહરિયામાં બે લોકોના મોત થયા છે.

Israel Hamas War 33 Killed In Israeli Strikes, Says Lebanon

Israel Hamas War 33 Killed In Israeli Strikes, Says Lebanon

 News Continuous Bureau | Mumbai 

Israel Hamas War: લેબનોનમાં ઇઝરાયેલ સેનાનો હુમલો ચાલુ છે. ઇઝરાયેલી સેનાએ લેબનીઝ રાજધાની બેરૂત નજીકના એક ગામ પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં 7 બાળકો સહિત 33 લોકોના મોતના સમાચાર છે, જ્યારે 6 અન્ય લોકો ઘાયલ પણ થયા છે. સ્થાનિક મીડિયા અનુસાર, ઇઝરાયેલે આ હુમલો લેબેનોનના બેરૂતના ઉત્તરમાં આવેલા અલ્મત ગામમાં કર્યો હતો. ઈઝરાયેલના હુમલામાં ઘણી ઈમારતોને નુકસાન થયું હતું.

Join Our WhatsApp Channel

 

Israel Hamas War: આ હુમલા બાદ લેબનીઝ સરકારે લગાવ્યો આ આરોપ  

આ હુમલા બાદ લેબનીઝ સરકારે આરોપ લગાવ્યો છે કે ઈઝરાયેલ હવે નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. જે ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં હિઝબુલ્લાહનો કોઈ આધાર ન હતો, ન તો તેના કોઈ સભ્ય ત્યાં રહેતા હતા. આ ગામમાં ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા તમામ લોકો સામાન્ય લોકો હતા. બીજી તરફ ઈઝરાયેલનું કહેવું છે કે તેણે હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Israel Hezbollah War : યુદ્ધવિરામની વાટાઘાટો વચ્ચે હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર કર્યો હુમલો, 165 થી વધુ મિસાઇલો છોડી; ફેલ થયો ઈઝરાયેલનો આયર્ન ડોમ; જુઓ વિડીયો

Israel Hamas War:9 અને 10 નવેમ્બરે પણ મોટો હુમલો કરવામાં આવ્યો હતો

આ પહેલા 9 નવેમ્બર અને 10 નવેમ્બરના રોજ ઈઝરાયેલ એરફોર્સે લેબનોન પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલા દક્ષિણ અને પૂર્વી લેબનોનના અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા. આ સિવાય ઇઝરાયેલના વિમાનોએ રાજધાની બેરૂતથી પોર્ટ સિટી ટાયર સુધીના હિઝબુલ્લાના સ્થાનોને નિશાન બનાવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India Pak Border AntiDrone Wall ભારતપાકિસ્તાન સરહદ પર બનશે ‘એન્ટીડ્રોન દીવાલ’; ઘૂસણખોરી રોકવા માટે સરકારનો મેગા એક્શન પ્લાન તૈયાર
Strait of Hormuz Blockade વૈશ્વિક વેપાર પર મોટું સંકટ, ઈરાને હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ કરી, આજે એકપણ જહાજ પસાર થયું નથી
G7 Summit on Middle East Crisis ઈરાનઅમેરિકા તણાવથી મિડલ ઈસ્ટમાં ગરમાવો, 16 જૂને ફ્રાન્સમાં મળશે G7 દેશોની કટોકટીની બેઠક
India UAE Strategic Oil Reserve Deal ભારત અને UAE ની ઐતિહાસિક જુગલબંધી ભારતમાં જમીનદસ્ત ભંડારમાં 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલનો સંગ્રહ થશે!
Exit mobile version