Israel Hamas War: ‘જો ઈઝરાયલ ગાઝામાં બોમ્બમારો નહીં રોકે તો…’ ઇરાનનું ખુલ્લેઆમ હમાસને સમર્થન, અમેરિકાને આપી ખુલ્લી ધમકી.. જાણો શું કહ્યું ઈરાને..વાંચો વિગતે અહીં..

Israel Hamas War: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે. યુદ્ધમાં બંને તરફથી ભારે તબાહી મચી ગઈ છે. દુનિયા બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. અમેરિકા ખુલ્લેઆમ આ જંગમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઈરાને ફરી એકવાર અમેરિકાને ચેતવણી આપી છે.

Israel Hamas War 'If Israel doesn't stop bombing Gaza...' Iran's open support for Hamas, open threat to America…

Israel Hamas War 'If Israel doesn't stop bombing Gaza...' Iran's open support for Hamas, open threat to America…

News Continuous Bureau | Mumbai 

Israel Hamas War: ઇઝરાયેલ અને હમાસ  ( Israel Hamas War ) વચ્ચે યુદ્ધ શરૂ થયાને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે. યુદ્ધમાં બંને તરફથી ભારે તબાહી મચી ગઈ છે. દુનિયા બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. અમેરિકા (America) ખુલ્લેઆમ આ જંગમાં હમાસ ( Hamas  ) વિરુદ્ધ ઈઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઈરાને ( Iran ) ફરી એકવાર અમેરિકાને ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લહાનિયાએ ( hossein amir abdollahian ) કહ્યું છે કે જો ઈઝરાયેલી ( Israel ) સરકાર ગાઝામાં ( Gaza )  પેલેસ્ટાઈની ( Palestine ) ઓના નરસંહારને ચાલુ રાખશે તો તેની આગથી અમેરિકા પણ બચશે નહીં.

Join Our WhatsApp Community

તેમણે કહ્યું કે, હું અમેરિકી સરકારને કહેવા માંગુ છું જે પેલેસ્ટાઈનમાં નરસંહારની દેખરેખ કરી રહી છે. અમે પ્રદેશમાં યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ જો ગાઝામાં નરસંહાર ચાલુ રહેશે તો અમેરિકા પણ આ આગથી બચશે નહીં. અમેરિકાએ શાંતિ અને સલામતી માટે કામ કરવું જોઈએ.. લોકોને યુદ્ધની આગમાં ન ફેંકવા જોઈએ.

 અમેરિકા 7000થી વધુ નાગરિકોની હત્યાનો તમાશો જોઈ રહ્યું છે: ઈરાન..

તેમણે કહ્યું કે, ગાઝા પર હુમલો કરવા માટે રોકેટ, ટેન્ક અને બોમ્બ મોકલવાને બદલે અમેરિકાએ આ નરસંહારનું સમર્થન કરવાનું બંધ કરી દેવું જોઈએ. અમેરિકા ત્રણ અઠવાડિયા કરતા ઓછા સમયમાં 7000થી વધુ નાગરિકોની હત્યાનો તમાશો જોઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસ ઇઝરાયેલ સરકારને આર્થિક અને રાજકીય રીતે સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વિશેષ બેઠક દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લહાનિયાએ આ નિવેદન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: WORLD CUP માં બની રહી છે સાવ અણધારી ઘટનાઓ! સૌથી મજબૂત ટીમ સૌથી પહેલા ઘરભેગી, પોઈન્ટ ટેબલમાં ધરમૂળથી ફેરફાર..જુઓ કઈ ટીમના કેવા હાલ..વાંચો વિગતે અહીં..

તમને જણાવી દઈએ કે, આ યુદ્ધમાં ઈઝરાયલ વિરુદ્ધ નિવેદનબાજીને લઈને આ પહેલા અમેરિકાએ પણ ઈરાનને ધમકી આપી હતી. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કડક શબ્દોમાં કહ્યું હતું કે, અમે ઈરાન સાથે યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ જો ઈરાન અથવા તેના પ્રતિનિધિઓ ક્યાંય પણ અમેરિકન કર્મચારીઓ પર હુમલો કરે છે તો અમને (અમેરિકા) અમારા લોકોની સુરક્ષા કેવી રીતે કરવી તે આવડે છે.

તેમણે કહ્યું હતું કે, અમે અમારી ચેનલો દ્વારા સતત ઈરાનના અધિકારીઓને કહી ચૂક્યા છીએ કે ઈરાનની સાથે અમેરિકા કોઈપણ પ્રકારનું યુદ્ધ વધારવા માંગતા નથી. પરંતુ જો ઈરાન કોઈ ભૂલ કરશે તો અમે અમારા લોકોની સુરક્ષા કરીશું.

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
Donald Trump: અમેરિકાના વિઝા મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું! ટ્રમ્પે 5 દેશો પર લગાવ્યો ટ્રાવેલ બેન, અન્ય દેશો પર કડક પ્રતિબંધો.
Exit mobile version