Site icon

Israel-Hamas War : હમાસે ઈઝરાયેલ પર શા માટે કર્યો હુમલો, અમેરિકી પ્રમુખ જો બિડેને જણાવ્યું આ કારણ… ભારત સાથે છે કનેક્શન..

Israel-Hamas War : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. જો બિડેને કહ્યું કે ઇઝરાયેલ પર હમાસ દ્વારા આતંકવાદી હુમલા પાછળનું એક કારણ મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એટલે કે નવી દિલ્હીમાં G-20 સમિટ દરમિયાન જાહેર કરાયેલ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEEC) સાથે સંબંધિત હોઇ શકે છે.

Israel-Hamas War I'm convinced, Joe Biden says Hamas attack on Israel could be linked to IMEEC corridor

Israel-Hamas War I'm convinced, Joe Biden says Hamas attack on Israel could be linked to IMEEC corridor

News Continuous Bureau | Mumbai 

Israel-Hamas War : હમાસના હુમલા બાદ ઈઝરાયેલ  ( Israel ) અને પેલેસ્ટાઈન ( Palestine ) વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધ ચાલુ છે અને વિસ્તારમાં તણાવ સતત વધી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી પેલેસ્ટાઈન-ઈઝરાયેલ યુદ્ધ વિશ્વ માટે નવી સમસ્યા બની ગયું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ( US President ) જો બિડેને ( Joe Biden ) ઈઝરાયેલ પર આતંકી હુમલાનું ( terrorist attacks ) કારણ આપ્યું છે. જો બિડેનનું માનવું છે કે હમાસના ઈઝરાયેલ પર હુમલાનું એક કારણ ભારતનો ( India ) મિડલ ઈસ્ટ યુરોપ કોરિડોર ( Middle East Europe Corridor )  છે.

Join Our WhatsApp Community

યુદ્ધ પાછળ ભારત ( India ) જવાબદાર ?

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ જો બિડેને કહ્યું કે ઇઝરાયેલ પર હમાસ દ્વારા આતંકવાદી હુમલા પાછળનું એક કારણ મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એટલે કે નવી દિલ્હીમાં G-20 સમિટ દરમિયાન જાહેર કરાયેલ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEEC) સાથે સંબંધિત હોઇ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEEC), જે આ વર્ષની શરૂઆતમાં શરૂ કરવામાં આવ્યું હતું, તેનો ઉદ્દેશ્ય સમગ્ર વિસ્તારને એક વ્યાપક રેલવે નેટવર્ક દ્વારા જોડવાનો છે.

જણાવ્યું આ કારણ

વોશિંગ્ટન આવેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા જો બિડેને કહ્યું કે હું માનું છું કે હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલો કરવા પાછળનું આ એક કારણ છે. અને મારી પાસે આનો કોઈ પુરાવો નથી. બસ મારો અંતરાત્મા મને આ કહે છે. આ હુમલો અમે ઇઝરાયેલ માટે પ્રાદેશિક એકીકરણ અને સમગ્ર રીતે પ્રાદેશિક એકીકરણ તરફ જે પ્રગતિ કરી રહ્યા હતા તેના કારણે છે અને અમે તે કાર્યને પાછળ છોડી શકતા નથી.

આ સમાચાર પણ વાંચો : Surat: સુરતના આંગણે તા.૨૭મી ઓકટોમ્બર થી તા.૭મી નવેમ્બર દરમિયાન અડાજણ ખાતે ‘‘સરસ મેળો યોજાશે.

તમને જણાવી દઈએ કે ગત 7 ઓક્ટોબરના રોજ પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ અણધાર્યા હુમલા બાદ બંને પક્ષો વચ્ચે નવેસરથી સંઘર્ષ શરૂ થયો છે, જેમાં અત્યાર સુધીમાં 3000થી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયલે 2007થી પેલેસ્ટાઇન પર શાસન કરી રહેલા હમાસ સામે મોટા પાયે પ્રતિશોધ શરૂ કર્યો છે. હવે હમાસને ખતમ કરવા માટે ઈઝરાયેલે પણ ગ્રાઉન્ડ એટેક શરૂ કરી દીધા છે.

US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
India-EU Trade Deal: ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ! ટ્રમ્પ વહીવટીતંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી.
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Exit mobile version