News Continuous Bureau | Mumbai
Israel-Hamas War: ઇરાન (Iran ) માં એક જૂથે ઇઝરાયેલ પર હુમલો ( Israel Attack ) કરવા માટે આત્મઘાતી બોમ્બર ( suicide bomber ) બનવા માટે નોકરી ( Job ) ની જાહેરાતની પોસ્ટ કરી છે. આ અજીબોગરીબ ભરતીની ( recruitment ) દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આત્મઘાતી બોમ્બર બનવા માટે નોકરીની જાહેરાત કરનાર જૂથનું નામ હિઝબુલ્લાહ ( Hezbollah ) છે. જો કે, તે લેબનોનમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહથી અલગ છે. આ જાહેરાત એવા સમયે મુકવામાં આવી છે જ્યારે ઇઝરાયેલ અને હમાસ (Israel Hamas War) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
ડેઈલી એક્સપ્રેસ અનુસાર, આત્મઘાતી બોમ્બર બનવાની જાહેરાત મશહાદ શહેરમાં લગાવવામાં આવી છે, જે શિયા ઈસ્લામના પવિત્ર સ્થળોમાંથી એક છે. આ જાહેરાતો પોસ્ટરના રૂપમાં શેરીઓમાં ચોંટાડવામાં આવી છે. જેમ અન્ય નોકરીમાં અંગત વિગતો માંગવામાં આવે છે, તેવી જ રીતે આ નોકરી માટે પણ વ્યક્તિગત માહિતી માંગવામાં આવી છે. જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે યુવાનોને પેલેસ્ટાઈન માટે શહીદ થનાર વિશેષ બટાલિયનમાં સામેલ થવાની તક છે.
શું છે આ નોકરીની જાહેરાતમાં….
નોકરીઓની જાહેરાતના પોસ્ટરોએ જાહેરાત કરી છે કે હવે જેહાદનો સમય આવી ગયો છે. આત્મઘાતી બોમ્બર તરીકે જૂથમાં જોડાનારા યુવાનોને તેમના હુમલાને અંજામ આપવા માટે તેઓ શું ઉપયોગ કરવા માગે છે તેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. તેઓને હુમલા માટે મોટરસાઇકલ અને કાર વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ મળ્યો છે. જૂથના અન્ય પોસ્ટરમાં, લડવૈયાઓ જેરુસલેમની અલ-અક્સા મસ્જિદમાં જતા અને ઈરાની ધ્વજ લહેરાવતા જોઈ શકાય છે.
અલ-અક્સા મસ્જિદ હંમેશા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે વિવાદનું કારણ રહી છે. આ મસ્જિદને લઈને આરબ દેશો અને ઈઝરાયેલ વચ્ચેના સંબંધો પણ તંગ છે. અલ-અક્સા મસ્જિદ ઇસ્લામના પવિત્ર સ્થળોમાંનું એક છે. હમાસ અને ઇસ્લામિક જેહાદ પેલેસ્ટાઇનના સુન્ની ઉગ્રવાદી જૂથો છે. તેમને ઈરાન તરફથી સમર્થન મળી રહ્યું છે. ઈરાન તેમને શસ્ત્રો, તાલીમ અને આર્થિક મદદ કરી રહ્યું છે. મશહાદ શહેરના એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે પોસ્ટર લગાવ્યા બાદથી અહીં લોકોમાં તણાવનું વાતાવરણ છે.
