Site icon

Israel-Hamas War: ઈઝરાયેલ- હમાસ યુદ્ધ આવતા સોમવાર સુધીમાં બંધ થઈ જશે, અમેરિકી રાષ્ટ્રપતિએ યુદ્ધવિરામ પર આપ્યું મોટું નિવેદન.

Israel-Hamas War: ઇઝરાયલી દળોના સંપૂર્ણ પીછેહઠ અને યુદ્ધનો અંત લાવવામાં મુખ્ય અવરોધો ઉકેલાઈ ગયા છે. હમાસે પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિને લઈને થોડી છૂટછાટ બતાવી છે, જો કે ત્યારબાદ યુદ્ધવિરામ થઈ શકે એવી સંભાવના છે.

Israel-Hamas War Israel-Hamas war will end by next Monday, US President gives big statement on ceasefire

Israel-Hamas War Israel-Hamas war will end by next Monday, US President gives big statement on ceasefire

News Continuous Bureau | Mumbai 

Israel-Hamas War: યુએસ પ્રમુખ જો બિડેને આશા વ્યક્ત કરી છે કે આગામી સોમવાર સુધીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ( ceasefire )  થઈ જશે. તેમણે કહ્યું કે અમે આ ડીલ ફાઈનલ કરવાના નજીક છીએ. સીએનએનના એક પ્રશ્નના જવાબમાં બિડેને કહ્યું કે મને આશા છે કે અમે આવતા સપ્તાહની શરૂઆતમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચી જઈશું. ( US President ) બિડેને કહ્યું, ‘મારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે મને કહ્યું છે કે અમે નજીક છીએ. પરંતુ તે હજુ પૂર્ણ થયું નથી. અને હું આશા રાખું છું કે આવતા સોમવાર સુધીમાં આપણે યુદ્ધવિરામ કરી લઈશું. 

Join Our WhatsApp Community

સીએનએન અનુસાર, સોમવારે અગાઉ, હમાસે ( Hamas ) બંધક કરાર માટે વાટાઘાટોમાં કેટલીક મુખ્ય માંગણીઓને સમર્થન આપ્યું હતું અને ગાઝામાં ( Gaza ) લડાઈ બંધ કરી દીધી હતી. જોકે, ઈઝરાયેલે હમાસની આ સ્થિતિને ભ્રામક ગણાવી હતી. જો કે, મિડીયા રિપોર્ટના હિસાબે, બંને વાટાઘાટો કરનાર પક્ષો પ્રારંભિક સમજૂતી પર પહોંચી ગયા છે જે લડાઈને અટકાવી શકે છે અને ઇઝરાયેલી બંધકોના ( Israeli hostages ) જૂથને મુક્ત કરી શકે છે.

એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ નિવેદન આપતા કહ્યું હતું કે, ઇઝરાયલી દળોના સંપૂર્ણ પીછેહઠ અને યુદ્ધનો અંત લાવવામાં મુખ્ય અવરોધો ઉકેલાઈ ગયા છે. હમાસે પેલેસ્ટિનિયન કેદીઓની ( Palestinian prisoners ) મુક્તિને લઈને થોડી છૂટછાટ બતાવી છે, જો કે ત્યારબાદ યુદ્ધવિરામ થઈ શકે એવી સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો :  Shiv Sena UBT Investigation: ઉદ્ધવ ઠાકરે જૂથની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, શિવસેના પાર્ટી ફંડમાંથી 50 કરોડ ઉપાડવાના મામલે EOWએ હવે તપાસ શરુ કરી.

  હમાસ પેલેસ્ટિનિયન નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરીને હુમલો કરી રહ્યું છેઃ બિડેન ( Joe Biden ) ..

મળતી માહિતી મુજબ, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર અનેક તબક્કામાં લાગુ કરવામાં આવશે. ઇઝરાયેલ અને હમાસ છ સપ્તાહના યુદ્ધવિરામ કરારમાં બંધકોને મુક્ત કરશે. હમાસ પહેલા 40 ઈઝરાયલી બંધકોને મુક્ત કરશે, ત્યારબાદ ઈઝરાયેલ પોતાની જેલમાં રહેલા પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે. જોકે, યુદ્ધવિરામને લઈને કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ, જો બિડેને નિવેદન આપતા કહ્યું હતું કે, આ હુમલાએ ફરી એકવાર યહૂદી સામે લડાઈ શરુ કરી છે. જેમાં હજારો લોકોના હત્યાકાંડના જૂના ઘા હજુ પણ તાજા જ છે.

બિડેને વધુમાં કહ્યું હતું કે, ‘અમે સુનિશ્ચિત કરીશું કે ઇઝરાયેલ તેના નાગરિકોની સંભાળ રાખવા, પોતાને બચાવવા અને આ હુમલાનો જવાબ આપવા માટે તમામ પ્રકારની ક્ષમતાઓ ધરાવે છે.’ બિડેને કહ્યું કે હમાસ ઇઝરાયેલને નષ્ટ કરવા માંગે છે અને આમાં માત્ર યહૂદીઓનું રક્તપાત થશે. તેથી હમાસ પેલેસ્ટિનિયન નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરીને હુમલો કરી રહ્યું છે.

Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
US Work Permit: યુએસએ ફરી આપ્યો આંચકો, પ્રવાસીઓના વર્ક પરમિટને લઈને કર્યો આવો ફેરફાર, ભારતીયો પર પણ થશે અસર
Trump Jinping visit: ટ્રમ્પની જિનપિંગ સાથે મુલાકાત: યુએસ-ચીનનો ગતિરોધ થશે ખતમ? ટેરિફ, ટ્રેડ ડીલ પર બનશે વાત? ટ્રમ્પે શું કહ્યું?
Donald Trump: મોદીની નીતિ સફળ: ‘હેકડી’ છોડીને ટ્રમ્પ નો યુ-ટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, PM મોદી માટે આપ્યું મોટું નિવેદન.
Exit mobile version