Site icon

Israel Hamas War : લડાઈ હજુ બાકી! યુદ્ધવિરામની જાહેરાત પછી પણ ઇઝરાયલે કર્યો હુમલો; આટલા લોકોના થયા મોત..

Israel Hamas War : 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો સંપૂર્ણ અંત આવે તેવી કોઈ શક્યતા દેખાતી નથી, યુદ્ધવિરામ અમલમાં આવે તે પહેલા જ ઇઝરાયલે કર્યો હુમલો છે. યુદ્ધવિરામની જાહેરાત પછી પણ ઇઝરાયલે 81 લોકો માર્યા ગયા છે.

Israel Hamas War israel killed 81 in gaza since announcement of ceasefire with hamas

Israel Hamas War israel killed 81 in gaza since announcement of ceasefire with hamas

News Continuous Bureau | Mumbai

Israel Hamas War : લાંબા સમયથી ઇઝરાયેલ હમાસ વચ્ચે યુદ્વ ચાલુ છે. દરમિયાન ગુરુવારે સવારે અહેવાલ આવ્યા હતા કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ એવું લાગે છે કે યુદ્ધ હજુ પણ ચાલુ છે.  કારણ કે ગાઝાના આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે યુદ્ધવિરામની જાહેરાત પછી પણ ઇઝરાયલે 72 લોકો માર્યા ગયા છે. આ હુમલાઓ ગુરુવારે જ થયા. આ ઉપરાંત, ઇઝરાયલ પર છેલ્લા 24 કલાકમાં 81 લોકોની હત્યા કરવાનો આરોપ છે. 

Join Our WhatsApp Community

Israel Hamas War : ઇઝરાયલ અને હમાસ વચ્ચે લડાઈ હજુ ચાલુ?

આવી સ્થિતિમાં, પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું ઇઝરાયલ અને હમાસ વચ્ચે ખરેખર યુદ્ધવિરામ થયુ કે લડાઈ હજુ ચાલુ છે. હાલમાં, બેન્જામિન નેતન્યાહૂએ આ આરોપોના જવાબમાં કંઈ કહ્યું નથી. હમાસની નાગરિક સંરક્ષણ એજન્સી અનુસાર, યુદ્ધવિરામ કરારની જાહેરાત પછી, ઇઝરાયેલી વાયુસેનાએ ગુરુવારે (16 જાન્યુઆરી) ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલો કર્યો. ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 81 લોકોના મોત થયા છે.

Israel Hamas War : કતારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે કરારની જાહેરાત કરી

મહત્વનું છે કે કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ બુધવારે (15 જાન્યુઆરી) ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરી હતી. જે રવિવાર (19 જાન્યુઆરી) થી અમલમાં આવવાનું હતું. આ અંતર્ગત, ઇઝરાયલ અને હમાસ બંધકોને તબક્કાવાર મુક્ત કરવાના હતા. જોકે, હાલમાં તેને મંજૂરી માટે ઇઝરાયલી કેબિનેટમાં મોકલવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Israel Hamas Ceasefire: 15 મહિના બાદ આવ્યો ઇઝરાયલ હમાસ યુદ્ધનો અંત, ટુંક સમયમાં જ મુક્ત થશે આટલા બંધકો..

હમાસના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલી હવાઈ હુમલાના ભોગ બનેલા લોકોમાં ગાઝા શહેરના શેખ રદવાન વિસ્તારમાં રહેણાંક બ્લોકમાં રહેતા 12 લોકોનો સમાવેશ થાય છે. ઇઝરાયલી સૈન્યએ અગાઉ કહ્યું હતું કે ગુરુવારે (16 જાન્યુઆરી) દક્ષિણ ઇઝરાયલમાં એક અસ્ત્ર મળી આવ્યું હતું. જોકે પાછળથી કહેવામાં આવ્યું કે તે ખોટી ઓળખ હતી.

Israel Hamas War : યુદ્ધવિરામ અમલમાં આવે તે પહેલાં ઇઝરાયલે હુમલો કર્યો

યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યો તે પહેલાં ઇઝરાયલે આવા હવાઈ હુમલા કર્યા છે. નવેમ્બર 2024 માં, લેબનોનમાં યુદ્ધવિરામ અમલમાં આવ્યાના થોડા કલાકો પહેલા, ઇઝરાયેલી વાયુસેનાએ રાજધાની બેરૂત પર બોમ્બમારો કર્યો.

Donald Trump: ‘જો ઝોહરાન મમદાની ન્યૂયોર્કના મેયર બનશે તો…’, ચૂંટણી પહેલાં ટ્રમ્પે આપી આ મોટી ધમકી
Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
Exit mobile version