Site icon News Continuous Bureau | Mumbai

Israel Hamas War: પીએમ નેતન્યાહૂએ ફરી આપી ચેતવણી, કહ્યું ‘હમાસને પુરી રીતે નષ્ટ કરીશું, યુદ્ધનો બીજો તબક્કો શરૂ’.. વાંચો વિગતે…

Israel Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 23મો દિવસ છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ ચરમસીમા પર પહોંચી ચૂક્યુ છે. જેમાં હજારો નિર્દોષ લોકોના મોત થયા છે. તેની વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મોટુ નિવેદન આપ્યુ છે….

Israel Hamas War PM Netanyahu warned, said 'We will destroy Hamas completely, the second phase of the war will begin'..

Israel Hamas War PM Netanyahu warned, said 'We will destroy Hamas completely, the second phase of the war will begin'..

News Continuous Bureau | Mumbai 

Israel Hamas War: ઈઝરાયેલ અને હમાસ ( Israel Hamas War ) વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 23મો દિવસ છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ ચરમસીમા પર પહોંચી ચૂક્યુ છે. જેમાં હજારો નિર્દોષ લોકોના મોત થયા છે. તેની વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ( benjamin netanyahu ) મોટુ નિવેદન આપ્યુ છે. ઈઝરાયેલી વડાપ્રધાને કહ્યું કે ગાઝામાં ( Gaza ) યુદ્ધ હાલમાં ચાલુ રહેશે. મીડિયા સાથે વાતચીત કરતા નેતન્યાહુએ કહ્યું કે ગાઝામાં યુદ્ધનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, કારણ કે ઈઝરાયેલે ત્યાં હવાઈ હુમલા ( air strikes )  વધારી દીધા છે અને અમારા સૈનિકોએ હમાસના આતંકીઓનો ( Hamas terrorists ) સફાયો કરવા માટે ગ્રાઉન્ડ સ્તર પર પણ ઓપરેશન ઉગ્ર બનાવ્યું છે.

Join Our WhatsApp Channel

વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે અમે નક્કી કર્યુ છે કે હમાસને પુરી રીતે નષ્ટ કરીને જ રહીશું. યુદ્ધના બીજા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે અને હવે તે લાંબો સમય ચાલશે. યુદ્ધમાં અમે મજબૂતીથી ઉભા રહીશું અને પહેલા કરતા વધારે એકજૂટ થઈશું. અમે સાથે મળીને લડીશું અને જીતીશું.

હમાસે ગાઝામાં 229 લોકોને બંધક બનાવીને રાખ્યા છે…

બીજી તરફ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે ગાઝામાં બીજી વખત બંધકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને કહ્યું કે તેમની સરકાર બંધકોને ઘરે પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમને બંધકોના પરિવારના લોકોને વચન પણ આપ્યું કે તે તમામ લોકોને પરત લાવવા દરેક પ્રકારના પ્રયત્ન કરશે. ઉલ્લેખનીય છે કે હમાસે ગાઝામાં 229 લોકોને બંધક બનાવીને રાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Israel-Hamas War: યુદ્ધની વચ્ચે ઈઝરાયલે લીધો મોટો નિર્ણય, ઈજિપ્તના રાષ્ટ્રપતિએ PM મોદી સામે વ્યક્ત કરી ચિંતા.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં..

છેલ્લા 23 દિવસથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલમાં હુમલો કર્યો હતો. ત્યારબાદ તેના જવાબમાં ઈઝરાયલે ગાઝામાં ઘણા હવાઈ હુમલા કર્યા. ઈઝરાયેલે ગાઝાને પુરી રીતે તબાહ કરી દીધુ. ગાઝામાં અત્યાર સુધી 7700થી વધારે લોકોના મોત થયા છે. જેમાં 3000 જેટલા બાળકો અને 1500 જેટલી મહિલાઓ સામેલ છે.

Donald Trump Giorgia Meloni “તેઓ સારા વ્યક્તિ છે, પણ…”; ઇટાલીના પીએમ મેલોની અંગે ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા, જાણો હવે શું કહ્યું?
Nijjar Case Update નિજ્જર કેસમાં કેનેડાનો મોટો યુટર્ન ભારતીય અધિકારીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી, જસ્ટિન ટ્રુડોના જુઠાણાનો થયો પર્દાફાશ
NATO Mega Defense Plan રશિયાચીન સામે લડવા નાટોનો મેગા ડિફેન્સ પ્લાન, મિસાઈલ શીલ્ડથી લઈને સ્પેસ સર્વેલન્સ સુધીની નવો માસ્ટરપ્લાન તૈયાર
Pakistan Cargo Plane Missing પાકિસ્તાનનું કાર્ગો વિમાન રડાર પરથી અચાનક ગાયબ, અરબ સાગરમાં ક્રેશ થયું હોવાની મોટી આશંકા
Exit mobile version