Site icon

Israel-Hamas War: ‘Coca Cola’ અને ‘Nestle’ની મુશ્કેલીઓ વધી!, આ દેશએ ઉત્પાદનો પર મુક્યો પ્રતિબંધ.. જાણો શું છે કારણ

Israel-Hamas War: આ નિર્ણય સંસદના સ્પીકર દ્વારા લેવામાં આવ્યો હતો પરંતુ કંપનીઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી. જો કે, સંસદીય સૂત્રએ જણાવ્યું હતું કે કોકા-કોલા પીણાં અને નેસ્લે ઇન્સ્ટન્ટ કોફીને મેનૂમાંથી દૂર કરવામાં આવી છે.

Israel-Hamas War : Turkish Parliament Removed Coca-Cola, Nestle Products From Menu In Restaurants

Israel-Hamas War : Turkish Parliament Removed Coca-Cola, Nestle Products From Menu In Restaurants

News Continuous Bureau | Mumbai

Israel-Hamas War: ઇઝરાયેલહમાસ યુદ્ધ વચ્ચે, તુર્કીની સંસદે તેની રેસ્ટોરન્ટ્સ (Restaurants) માંથી ઘણા ઉત્પાદનોના ઉપયોગનો બહિષ્કાર કર્યો છે જે કથિત ઇઝરાયેલ આક્રમણને સમર્થન આપે છે. તુર્કીની સંસદના સ્પીકર નોમાન કુર્તુલમુસે કહ્યું છે કે સંસદ એવા ઉત્પાદનોનો ઉપયોગ કરશે નહીં જે ઇઝરાયેલી આક્રમણને સમર્થન આપે. તેમણે તુર્કીના ઉત્તરી પ્રાંત ઓર્ડુમાં એક કાર્યક્રમમાં કહ્યું કે તુર્કીની ગ્રાન્ડ નેશનલ એસેમ્બલીમાં અમે ઈઝરાયેલની આક્રમકતાને સમર્થન આપતી કંપનીઓની કોઈપણ પ્રોડક્ટનો ઉપયોગ નહીં કરીએ.

Join Our WhatsApp Community

કોકા-કોલા અને નેસ્લેના ઉત્પાદનોનો બહિષ્કાર

ખાનગી મીડિયા હાઉસ માં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, નોમાન કુર્તુલમુસે કહ્યું છે કે હવેથી અમે તે કંપનીઓ પાસેથી કંઈપણ ખરીદીશું નહીં અને અમે જે ખરીદ્યું છે તેને ફેંકી દઈશું. જો કે નોમાને સંસદ રેસ્ટોરન્ટમાંથી કઈ કંપનીની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની માહિતી આપી નથી. રિપોર્ટ અનુસાર, તુર્કીની સંસદે કોકા-કોલા (Coco Cola) અને નેસ્લે (nestle) ના ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો છે. સમાચાર એજન્સીએ સૂત્રને ટાંકીને કહ્યું કે કોકા-કોલા અને નેસ્લેને સંસદ રેસ્ટોરન્ટના મેનૂમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ પર ઘાતકી હુમલો, જુઓ વિડીયો…

ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં તુર્કીનું વલણ

તુર્કીએ ગાઝા પર ઈઝરાયેલના હુમલા પર સવાલ ઉઠાવ્યા છે અને તેની સાથે ઈઝરાયેલને મળી રહેલા પશ્ચિમી સમર્થનની પણ નિંદા કરી છે. ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે તુર્કીએ ઈઝરાયેલમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. રાજદૂતની વાપસી અંગે તુર્કીના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ગાઝામાં માનવીય દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અમે અમારા રાજદૂતોને પાછા બોલાવ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ઇઝરાયેલમાંથી અમારા રાજદૂતોને પરામર્શ માટે પાછા ખેંચી લીધા છે.

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version