Site icon News Continuous Bureau | Mumbai

Israel Hamas War : ઈઝરાયેલના સમર્થનમાં પશ્ચિમી દેશો થયા એક, હવે આ 3 દેશના નેતા તેલ અવીવ પહોંચશે

Israel Hamas War : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે ત્યારે 15 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં અમેરિકા સહિત ત્રણ દેશોના નેતાઓ ઈઝરાયેલની મુલાકાત લઈ ચૂક્યા છે. આ દરમિયાન ફ્રાન્સ, ગ્રીસ અને નેધરલેન્ડના નેતાઓ પણ ઈઝરાયેલ પહોંચવાના છે. અત્યાર સુધી યહૂદી રાષ્ટ્રને ઘણા દેશોનું સમર્થન મળ્યું છે.

Israel Hamas War : Western leaders are showing unified support for Israel in its war against Hamas

Israel Hamas War : Western leaders are showing unified support for Israel in its war against Hamas

News Continuous Bureau | Mumbai 

Israel Hamas War : ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં સમગ્ર વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું છે. એક તરફ આરબ દેશો ( Arab countries ) , રશિયા ( Russia ) અને ચીન ( China ) જેવી શક્તિઓ પેલેસ્ટાઈનને ( Palestine ) સમર્થન આપી રહી છે તો બીજી તરફ અમેરિકા અને બ્રિટન જેવા પશ્ચિમી દેશોએ ( Western countries ) ખુલ્લેઆમ ઈઝરાયેલને ( Israel ) સમર્થન આપ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ પીએમ ઋષિ સુનક અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ઈઝરાયેલની મુલાકાતે આવ્યા હતા. એટલું જ નહીં, હવે યુરોપિયન દેશ ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ પણ આજે ઈઝરાયેલ પહોંચી ગયા છે. આ સિવાય નેધરલેન્ડના પીએમ માર્ક રુટ્ટે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ ઈઝરાયેલ જવાના છે.

Join Our WhatsApp Channel

આ દેશોના નેતા પીએમ બેન્જામિન નેતન્યાહુને ( Benjamin Netanyahu ) મળશે

આ તમામ નેતાઓ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુને મળશે. મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ ગ્રીક પીએમ બાદ હવે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ( France President ) અને નેધરલેન્ડના ( Netherlands ) પીએમ પણ ટૂંક સમયમાં ઈઝરાયેલની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલા તેજ કર્યા છે. સોમવારે ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટી પર અનેક રોકેટ છોડ્યા હતા. હમાસનો દાવો છે કે ઈઝરાયેલના હુમલામાં ( Israel Attack ) 70 લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટી પર 320 ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.

અમેરિકાએ ( USA ) જ્યોર્જ બુશને શા માટે યાદ કર્યું, આ ત્રણ દેશોને ‘શેતાનનું જૂથ’ કહ્યા

ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ રવિવારે મોડી રાત્રે ટોચના સૈન્ય અધિકારીઓ અને તેમના યુદ્ધ કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં યુદ્ધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને કેટલાક મુશ્કેલ નિર્ણયો પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલની સેનાને આગામી કેટલાક દિવસોમાં જમીન પર હુમલો કરવાની મંજૂરી મળી શકે છે. હાલમાં ઈઝરાયેલ દ્વારા 3 લાખથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને તેમને આગામી આદેશની રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયેલની સેનાનો દાવો છે કે તેણે છેલ્લા બે દિવસમાં હમાસના ઘણા કમાન્ડરોને મારી નાખ્યા છે. તેમાંથી એક મુહમ્મદ કટામાશ છે, જે હમાસના સશસ્ત્ર જૂથના નાયબ વડા હતા.

આ સમાચાર પણ વાંચો :  Adani Power New Deal: હવે અદાણીની આ કંપનીને ખરીદવાની તૈયારી.. પાવર સેક્ટરમાં મચશે ધમાલ.. જાણો શું છે આ મામલો..વાંચો વિગતે અહીં…

ઇઝરાયલ એકજૂટ લાગે છે, પૂર્વ PMએ પણ પોતાની ભૂલ સ્વીકારી

હાલમાં ઈઝરાયેલમાં સમગ્ર નેતૃત્વ એકજૂથ જણાય છે. પૂર્વ પીએમ નફતાલી બેનેટે પણ કહ્યું છે કે તેઓ હમાસ દ્વારા કરવામાં આવેલા બર્બર હુમલાની જવાબદારી લે છે અને નિષ્ફળતા પણ સ્વીકારે છે. તેમણે કહ્યું, મેં 12 વર્ષ સુધી દેશના પીએમ તરીકે જવાબદારી નિભાવી. કેટલીક બાબતો એવી હતી કે જેના માટે હું કામ ન કરી શક્યો અને પછી સરકાર જ પડી ગઈ. હું આની જવાબદારી લઉં છું.

Xi Jinping Middle East Warning હોર્મુઝની સામુદ્રધુની અને તેલ સંકટ પર ચિંતા પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા ચીન મેદાને ; વિશેષ દૂતને આ ત્રણ દેશમાં મોકલશે
Oman Coast Cargo Ship Attack ઓમાન કિનારે ભારતીય માલવાહક જહાજ પર ડ્રોન હુમલો ગુજરાતના ખલાસીનું કરુણ મોત, ૧૩ સભ્યોનો આબાદ બચાવ
India China Tunnel Boring Machine અમેરિકાચીન ચિપ વોરની ભારત પર અસર ટનલ બોરિંગ મશીનોના સપ્લાયમાં વિલંબથી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની ગતિ ધીમી પડવાની આશંકા
Nepal Helicopter Collision નેપાળના સોલુખુંબુ સ્થિત પેરીચે હેલિપેડ પર લેન્ડિંગ વખતે બે હેલિકોપ્ટર ટકરાયા; ૧ પ્રવાસીનું મોત, ૧ ગંભીર ઇજાગ્રસ્ત..
Exit mobile version