News Continuous Bureau | Mumbai
Israel Hezbollah ceasefire: હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ઇઝરાયલી સેનાએ દક્ષિણ લેબનોનમાંથી પોતાની પાછી ખેંચી લીધી છે. જોકે, ઇઝરાયલી સેનાએ આમાં પણ દાવ રમ્યો છે, સેનાએ માહિતી કે તેઓ સરહદી ગામોની બહાર પાંચ સ્થળોએ હાજર છે. આ પાંચ સ્થળો ઇઝરાયલી સેનાને હિઝબુલ્લાહની ગતિવિધિઓ પર નજર રાખવામાં ઘણી મદદ કરી શકે છે. લેબનીઝ મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયલી દળો દ્વારા ખાલી કરાયેલા વિસ્તારોમાં લેબનીઝ સેના તૈનાત કરવામાં આવી રહી છે. ઇઝરાયલ-હિઝબુલ્લા યુદ્ધ પહેલા, આ વિસ્તાર પર હિઝબુલ્લાહનું નિયંત્રણ હતું, હવે ઇઝરાયલ ખાતરી કરી રહ્યું છે કે હિઝબુલ્લાહ સરહદ પર પાછો ન ફરે.
Israel Hezbollah ceasefire: અહીંની કમાન હિઝબુલ્લાહ નહીં પણ લેબનીઝ સેનાના હાથમાં
ઇઝરાયલે હિઝબુલ્લાહને ખતમ કરવા માટે લેબનોનમાં પોતાની સેના મોકલી. જે બાદ લેબનીઝ સરકાર સહિત ઘણા દેશોએ તેને લેબનીઝ સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું. લાંબા યુદ્ધ પછી થયેલા કરારમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ઇઝરાયલ 27 જાન્યુઆરી સુધીમાં કબજા હેઠળના વિસ્તારો છોડી દેશે અને અહીંની કમાન હિઝબુલ્લાહ નહીં પણ લેબનીઝ સેના લેશે. પણ ઇઝરાયલે એમ ન કર્યું. બાદમાં આ સમયમર્યાદા 18 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી.
આ સમાચાર પણ વાંચો: Pakistan Afghanistan Attack: યુદ્ધના ભણકારાં… પાકિસ્તાને રાતના અંધારામાં આ દેશના સરહદી વિસ્તાર કર્યો હવાઈ હુમલો..
આ 5 સ્થળોએ ઇઝરાયલની હાજરીનો હેતુ હિઝબુલ્લાહને ઇઝરાયલી સરહદથી દૂર રાખવાનો છે તેવું માનવામાં આવે છે. યુદ્ધમાં હિઝબુલ્લાહની તાકાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેના નેતાઓ પણ ઇઝરાયલીઓ દ્વારા માર્યા ગયા છે. હવે જોવાનું એ રહે છે કે હિઝબુલ્લાહ આ ક્ષેત્રમાં પુનરાગમન કરી શકશે કે નહીં.
Israel Hezbollah ceasefire: ઇઝરાયેલે ડઝનબંધ ઘરો તોડી પાડ્યા
યુદ્ધવિરામના સમયગાળા દરમિયાન, ઇઝરાયેલી સેનાએ કબજા હેઠળના ગામોમાં ડઝનબંધ ઘરો તોડી પાડ્યા છે અને કરાર પછી તેમના ગામોમાં પાછા ફરવાનો અથવા તેમના મૃત સંબંધીઓના મૃતદેહ મેળવવાનો પ્રયાસ કરી રહેલા નાગરિકો પર ગોળીબાર પણ કર્યો છે, જેમાં ઘણા લોકો માર્યા ગયા છે. કરાર પૂર્ણ થયા પછી, ઇઝરાયલી સૈનિકો લેબનીઝ પ્રદેશની અંદર પાંચ વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવશે.
