Site icon

Israel Hezbollah War : ઇઝરાયેલ તૂટી પડ્યું.. હસન નસરાલ્લાહ બાદ હિઝબુલ્લાહના નવા ચીફનો પણ ખાતમો, સૌથી ઘાતક બોમ્બ ધડાકાથી બેરુત કંપી ઉઠ્યું

Israel Hezbollah War : અહેવાલ છે કે હાશિમ સફીદ્દીનને નિશાન બનાવવામાં આવ્યા છે. જો કે, લેબનોનમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અથવા હિઝબોલ્લાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, નસરુલ્લાહનો ઉત્તરાધિકારી હાશિમ સફીદ્દીન ઈઝરાયેલના હુમલા સમયે ભૂગર્ભ બંકરમાં છુપાયેલો હતો. તેની સાથે હિઝબુલ્લાહના અન્ય લોકો પણ હતા.

Israel Hezbollah War Hashem Safieddine, Top Hezbollah Leader, Reportedly Target of Israel Strike

Israel Hezbollah War Hashem Safieddine, Top Hezbollah Leader, Reportedly Target of Israel Strike

News Continuous Bureau | Mumbai

 Israel Hezbollah War : ઈઝરાયેલ હાલમાં હમાસ, હિઝબુલ્લાહ અને ઈરાન સાથે સીધુ યુદ્ધ લડી રહ્યું છે.  મંગળવારે મોડી સાંજથી બંને તરફથી હવાઈ હુમલા ચાલુ છે. તેની અસર સમગ્ર વિશ્વમાં પણ જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ છે.

Join Our WhatsApp Community

 Israel Hezbollah War :  હાશેમ સફીદ્દીનને મારવાનો પ્રયાસ 

દરમિયાન અહેવાલ છે કે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ( Hezbollah leader hassan nasrallah ) ની હત્યા બાદ હવે ઇઝરાયેલે હાશિમ સફીદ્દીન ( Hashem Safieddine ) ને નિશાન બનાવ્યો છે. જેને તેના સંભવિત અનુગામી માનવામાં આવતા હતા. લેબનીઝ અહેવાલોને ટાંકીને, ઇઝરાયેલી મીડિયાએ દાવો કર્યો છે કે IDFએ કથિત રીતે બેરૂતના દહેહ ઉપનગરમાં હાશેમ સફીદ્દીનને મારવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નસરાલ્લાહ માર્યા ગયેલા હુમલા કરતા ઈઝરાયેલનો હુમલો ઘણો મોટો હતો.

 Israel Hezbollah War :  ગુરુવારે મધ્યરાત્રિએ બેરુત પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા

અહેવાલો અનુસાર, ઈઝરાયેલે ગુરુવારે મધ્યરાત્રિએ બેરુત પર મોટા પ્રમાણમાં હવાઈ હુમલા કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે સફીઉદ્દીન એક અંડરગ્રાઉન્ડ બંકરમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યો હતો. ઇઝરાયેલે નસરાલ્લાહની હત્યા કર્યા પછી આ પ્રદેશમાં થયેલો સૌથી ભયંકર બોમ્બ વિસ્ફોટ હતો.  ( Israel Hezbollah war Updates ) સ્ટ્રાઇકમાં સફિદ્દીન સહિત મુખ્ય હિઝબુલ્લા નેતાઓની બેઠકને નિશાન બનાવવામાં આવી હતી. જો કે, આ અંગે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ ( IDF ) અથવા લેબનોનમાં હિઝબુલ્લા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: ઈઝરાયેલની સેનાને મળી મોટી સફળતા, ગાઝાના હમાસ ચીફનું મોત; ઇઝરાયલી સેનાએ મિસાઇલો વડે ઉડાવી દીધો..

Israel Hezbollah War : હિઝબુલ્લાહમાં સફીદ્દીનની ભૂમિકા

હાશિમ સફીદ્દીન હિઝબુલ્લાહના રાજકીય અને લશ્કરી મામલામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. હાશિમ સફીદીનને અમેરિકાએ 2017માં આતંકવાદી જાહેર કર્યો હતો. સફીદ્દીન હિઝબુલ્લાહની જેહાદ કાઉન્સિલના અધ્યક્ષ પણ હતા, જે સંગઠન માટે તમામ લશ્કરી કામગીરીની યોજના બનાવે છે. તે હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું પણ નેતૃત્વ કરે છે.

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Exit mobile version