Site icon News Continuous Bureau | Mumbai

Israel-Hezbollah War : હિઝબુલ્લાએ પેજર બ્લાસ્ટનો લીધો બદલો! ઈઝરાયેલ પર એક સાથે છોડયા 140 રોકેટ..

Israel-Hezbollah War : લેબનોનના આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે શુક્રવારે ઉત્તરી ઈઝરાયેલ પર 140 રોકેટ છોડ્યા હતા. માત્ર એક દિવસ પહેલા, આતંકવાદી જૂથના નેતા હસન નસરાલ્લાહે પેજર વિસ્ફોટો માટે ઇઝરાયેલ પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઇઝરાયેલની સેના અને આતંકવાદી જૂથે આ માહિતી આપી છે.

Israel-Hezbollah War Hezbollah launches 140 missiles into northern Israel in 3 strikes

Israel-Hezbollah War Hezbollah launches 140 missiles into northern Israel in 3 strikes

News Continuous Bureau | Mumbai 

 Israel-Hezbollah War : લેબનીઝ રાજધાનીમાં છેલ્લા બે દિવસમાં પેજર બ્લાસ્ટ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં થયેલા વિસ્ફોટો બાદ હિઝબુલ્લાહ પણ એક્શનમાં આવી ગયું છે. અલજઝીરાના અહેવાલ મુજબ, હિઝબુલ્લાએ શુક્રવારે (20 સપ્ટેમ્બર 2024) ઉત્તરી ઇઝરાયેલ પર 140 રોકેટ છોડ્યા હતા. આતંકવાદી જૂથના નેતા હસન નસરાલ્લાહે બોમ્બ વિસ્ફોટ માટે ઇઝરાયેલ પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધાના એક દિવસ બાદ આ હુમલો થયો છે. ઇઝરાયેલની સેના અને આતંકવાદી જૂથે આ માહિતી આપી હતી. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે શુક્રવારે બપોરે ત્રણ વખત રોકેટ છોડવામાં આવ્યા હતા, જે લેબનોન સરહદને અડીને આવેલા વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

 Israel-Hezbollah War : રોકેટ દક્ષિણ લેબનોનમાં ગામડાઓ અને ઘરો પર ઇઝરાયલી હુમલાનો જવાબ

મીડિયા રિપોર્ટ મુજબ, હિઝબુલ્લાએ કહ્યું કે તેણે કટ્યુષા રોકેટ વડે સરહદ પરના ઘણા સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેમાં ઘણા હવાઈ સંરક્ષણ થાણા અને ઈઝરાયેલી સશસ્ત્ર બ્રિગેડના મુખ્યાલયનો સમાવેશ થાય છે, જેના પર તેણે પ્રથમ વખત હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહે કહ્યું કે આ રોકેટ દક્ષિણ લેબનોનમાં ગામડાઓ અને ઘરો પર ઇઝરાયલી હુમલાનો જવાબ છે. મહત્વનું છે કે હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહે ગુરુવારે (સપ્ટેમ્બર 19) ઇઝરાયેલ પર દૈનિક હુમલા ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. જોકે, હિઝબુલ્લાએ સ્પષ્ટ કહ્યું છે કે જો ગાઝામાં યુદ્ધવિરામ થશે તો તેઓ ઈઝરાયેલ પર હુમલા બંધ કરશે.

આ સમાચાર પણ વાંચો :   Israel-Hamas war :ઈઝરાયેલને ગાઝા છોડવાની મળી સમયમર્યાદા! દુનિયા નેતન્યાહુની વિરુદ્ધ થઈ ગઈ; શું યુદ્ધનો અંત આવશે?

જણાવી દઈએ કે અગાઉ, બેરૂતમાં પેજર અને વાયરલેસ ઉપકરણો (વોકી-ટોકી)માં વિસ્ફોટને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારબાદ હિઝબુલ્લાહ ચીફ લેબનોનના લોકોને સંબોધિત કરી રહ્યા હતા. હિઝબોલ્લા ચીફનું ભાષણ પૂરું થતાંની સાથે જ ઇઝરાયેલે ફરી હિઝબુલ્લાના સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલા શરૂ કર્યા.

China Naval Strength સમુદ્રમાં ખળભળ, ચીને વધાર્યું દુનિયાનું ટેન્શન રોજના 100 ચીની જહાજો સક્રિય, ભારતઅમેરિકા માટે વધ્યો ખતરો
White House Security Breach સુરક્ષામાં મોટી ચૂંક કે સાજીશ? વ્હાઇટ હાઉસ પાસે હથિયારો સાથે ઝડપાયેલા વેનેઝુએલાના શખ્સનો ચોંકાવનારો દાવો
US Midterm Elections હાર પછી પણ ટ્રમ્પે બતાવ્યા તીખા તેવર કહ્યું, ‘હું વીટો લગાવીશ, શક્તિ મારી પાસે છે’
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Exit mobile version