Site icon

Israel Hezbollah War: ઇઝરાયેલ લડી લેવાના મૂડમાં! આ દેશના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો; કહ્યું- હિઝબુલ્લાહને કચડી નાખશે..

Israel Hezbollah War: અમેરિકા અને ફ્રાન્સે બુધવારે ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધને રોકવા માટે તાત્કાલિક 21 દિવસના યુદ્ધવિરામની અપીલ કરી હતી. ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉદી અરેબિયા, UAE, કતાર સહિત ઘણા યુરોપિયન દેશોએ પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. પરંતુ ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તે હિઝબુલ્લાહ વિરુદ્ધ હુમલા ચાલુ રાખશે. તે જ સમયે, આ પ્રસ્તાવને લઈને હિઝબુલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

Israel Hezbollah War Netanyahu orders 'full force' in Lebanon despite U.S. cease-fire push

Israel Hezbollah War Netanyahu orders 'full force' in Lebanon despite U.S. cease-fire push

 News Continuous Bureau | Mumbai

  Israel Hezbollah War:ઇઝરાયેલ આ દિવસોમાં લેબનોનમાં તબાહી મચાવી રહ્યું છે. તે હિઝબુલ્લાહને કચડી નાખવાની કોઈ તક છોડવા માંગતો નથી. કદાચ તેથી જ તે લેબનોનમાં મોટા હુમલાની તૈયારી કરી રહ્યો છે. ઇઝરાયલે છેલ્લા ત્રણ દિવસમાં લેબનોનમાં 2,000 થી વધુ હિઝબુલ્લાહના ટાર્ગેટોને નષ્ટ કર્યા છે. જોકે આ વિનાશ હાલ અટકવાનો નથી. કારણ કે ઈઝરાયેલ યુદ્ધવિરામના પક્ષમાં નથી. ઇઝરાયેલના મંત્રીએ લેબનોનમાં યુદ્ધવિરામને નકારી કાઢ્યો છે અને હિઝબુલ્લાહને ‘કચડી નાખવા’ માટે હાકલ કરી છે.

Join Our WhatsApp Community

  Israel Hezbollah War: ઇઝરાયેલી સેના  લેબનોનમાં કરી શકે છે જમીની હુમલો

ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે કહ્યું છે કે પીએમ નેતન્યાહુએ ઈઝરાયેલની સેનાને સંપૂર્ણ તાકાત સાથે આગળ વધવા માટે કહ્યું છે અને આઈડીએફને તેમની સમક્ષ જે યોજના રજૂ કરવામાં આવી હતી તે મુજબ કામ કરવા માટે પણ સૂચના આપી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇઝરાયેલી સેના ટૂંક સમયમાં લેબનોનમાં જમીની હુમલો કરી શકે છે.

 Israel Hezbollah War:અમેરિકા-ફ્રાંસે યુદ્ધવિરામનો પ્રસ્તાવ આપ્યો હતો

હકીકતમાં, અમેરિકા અને ફ્રાન્સે બુધવારે ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધને રોકવા માટે તાત્કાલિક 21 દિવસના યુદ્ધવિરામની અપીલ કરી હતી. ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉદી અરેબિયા, UAE, કતાર સહિત ઘણા યુરોપિયન દેશોએ પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. પરંતુ ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તે હિઝબુલ્લાહ વિરુદ્ધ હુમલા ચાલુ રાખશે. તે જ સમયે, આ પ્રસ્તાવને લઈને હિઝબુલ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : Israel-Hezbollah War : ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહની તોડી કમર, હુમલામાં ટોચના કમાન્ડરને માર્યો ઠાર, તણાવ ચરમસીમાએ..

  Israel Hezbollah War:ઇઝરાયેલના હુમલામાં 600 થી વધુ લોકોના મોત થયા હતા

બીજી તરફ, બુધવારે ઇઝરાયેલના હુમલામાં લેબનોનમાં 72 લોકોના મોત થયા છે, 23 સપ્ટેમ્બરથી ચાલી રહેલા ભારે બોમ્બમારાથી અત્યાર સુધીમાં 620થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે હિઝબુલ્લાએ ઉત્તર ઈઝરાયેલના હાઈફામાં ઈઝરાયેલના સૈન્ય મથકોને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. જો કે ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના દાવાને સમર્થન આપ્યું નથી, અગાઉ IDFએ કહ્યું હતું કે હિઝબુલ્લાહ દ્વારા 45 રોકેટ છોડવામાં આવ્યા હતા.

 Israel Hezbollah War: ગ્રાઉન્ડ એટેકના ભયથી એલર્ટ

લેબનોનમાં ઈઝરાયેલની સેનાના ગ્રાઉન્ડ એટેકના ભયને કારણે દુનિયાભરના દેશો એલર્ટ થઈ ગયા છે. ભારતે પહેલાથી જ તેના નાગરિકોને લેબનોનની મુસાફરી ન કરવા અને તાત્કાલિક પરત ફરવા કહ્યું છે. તે જ સમયે, ચીને પણ તેના નાગરિકો માટે માર્ગદર્શિકા જારી કરી છે અને તેમને લેબનોનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. બીજી તરફ તુર્કી લેબનોનથી પોતાના નાગરિકોને પરત લાવવાની તૈયારી કરી રહ્યું છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે લેબનોનમાંથી નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે પ્રાથમિક યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version