Site icon News Continuous Bureau | Mumbai

Israel-Lebanon War: ઇઝરાયેલની ૧૦૦ મિસાઇલોએ ૧૦ મિનિટમાં લેબનોનને સ્મશાનમાં ફેરવ્યું, ૨૫૦ ના મોતથી વિશ્વયુદ્ધના એંધાણ!

Israel-Lebanon War: ઈરાન સાથે સીઝફાયર છતાં હિઝબુલ્લાહ વિરુદ્ધ યુદ્ધ ચાલુ; ઇઝરાયેલી હુમલામાં ૧૩૦ બાળકો સહિત ૧૭૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, લેબનોનમાં સર્જાઈ ભારે તારાજી.

Israel-Lebanon War 100 missiles in 10 minutes 250 killed as Israel intensifies attacks despite Iran ceasefire.

Israel-Lebanon War 100 missiles in 10 minutes 250 killed as Israel intensifies attacks despite Iran ceasefire.

News Continuous Bureau | Mumbai

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાય તેવા કોઈ સંકેતો દેખાઈ રહ્યા નથી. બુધવારે રાત્રે ઇઝરાયેલે લેબનોન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. માત્ર ૧૦ મિનિટની અંદર ઇઝરાયેલી સેનાએ ૧૦૦ થી વધુ મિસાઈલો અને રોકેટ છોડીને લેબનોનના અનેક શહેરોને ધમરોળી નાખ્યા હતા. આ હુમલામાં ૨૫૦ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.ઇઝરાયેલનો દાવો છે કે તેણે હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટરો અને સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. જોકે, લેબનોનના આરોગ્ય મંત્રાલય મુજબ, આ હુમલામાં સામાન્ય નાગરિકો અને બાળકો પણ મોટી સંખ્યામાં ભોગ બન્યા છે. બેરૂતના દક્ષિણી પરા વિસ્તારો અને પૂર્વી બેકા ઘાટીમાં અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે, જેના કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાની આશંકા છે.

Join Our WhatsApp Channel

સીઝફાયર મુદ્દે ઇઝરાયેલ અને અમેરિકાનું વલણ

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે થયેલું સીઝફાયર લેબનોન પર લાગુ પડતું નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે લેબનોન આ સમજૂતીનો ભાગ નથી. પાકિસ્તાને અગાઉ એવો દાવો કર્યો હતો કે લેબનોનમાં પણ હુમલા અટકશે, જેને ઇઝરાયેલે સદંતર ફગાવી દીધો છે.

આ સમાચાર પણ વાંચો : Hormuz Strait Update: ઈરાને હોર્મુઝનો રસ્તો બદલી નાખ્યો! દરિયાઈ માઈનનું એલર્ટ આપતા તેલના વેપાર પર સંકટના વાદળો.

બાળકો સહિત હજારો લોકોના મોત

લેબનોનના આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં ૧,૭૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ૧૩૦ થી વધુ માસૂમ બાળકો સામેલ છે. બીજી તરફ, ઇઝરાયેલનું કહેવું છે કે તેણે અત્યાર સુધીમાં હિઝબુલ્લાહના અંદાજે ૧,૧૦૦ લડાકુઓને ઠાર કર્યા છે. હાલમાં બેરૂતમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ સતત થઈ રહેલા હુમલાઓને કારણે મદદ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે.

હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે જૂની અદાવત

હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષમાં તેજી ત્યારે આવી જ્યારે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યાના બદલામાં હિઝબુલ્લાહ દ્વારા રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. ઇઝરાયેલી સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનો ઉદ્દેશ્ય હિઝબુલ્લાહને સરહદી વિસ્તારોમાંથી પાછળ ધકેલવાનો છે. યુદ્ધવિરામની આશા વચ્ચે થઈ રહેલા આ ભીષણ હુમલાઓએ વૈશ્વિક સમુદાયની ચિંતામાં વધારો કર્યો છે.

 

Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Exit mobile version