Site icon News Continuous Bureau | Mumbai

Israel targets Syria: સીરિયામાં તખ્તાપલટો થતાં જ ઇઝરાયેલે કરી દીધો મોટો ખેલ, માત્ર 48 કલાકમાં કર્યા 350 હુમલા, 80 ટકા લશ્કરી ક્ષમતાઓ નષ્ટ કરી

Israel targets Syria: ઈઝરાયેલના હુમલામાં સીરિયાને મોટું નુકસાન થયું છે. આમાં સીરિયન નેવીને નુકસાન થયું છે. હુમલામાં લગભગ 15 જહાજો બળીને રાખ થઈ ગયા હતા. તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે જહાજોને ખરાબ રીતે નુકસાન થયું છે. આ દરમિયાન ઈઝરાયેલે 2 બંદરોને નિશાન બનાવ્યા છે. આ સિવાય દમાસ્કસ પાસેના હથિયારોના ડેપો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જુઓ વિડિયો…

 News Continuous Bureau | Mumbai 

 Israel targets Syria: ઈઝરાયેલે સીરિયાના બશર અલ-અસદના શાસન દરમિયાન બનાવવામાં આવેલ લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને નષ્ટ કરી દીધું છે. અહેવાલો અનુસાર, આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા જૂથ એચટીએસે સત્તા પર કબજો કર્યા પછી ઇઝરાયેલી સંરક્ષણ દળો (આઈડીએફ) એ આ સૈન્ય મથકો પર હુમલો કર્યો છે.

Join Our WhatsApp Channel

Israel targets Syria: 80 ટકા લશ્કરી ક્ષમતાઓ નાશ પામી

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ જણાવ્યું કે 48 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાશન એરો હેઠળ બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, બશર અલ-અસદ શાસનની લગભગ 80 ટકા લશ્કરી ક્ષમતાઓ નાશ પામી હતી. ઇઝરાયેલના અખબાર જેરુસલેમ પોસ્ટે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે અસદ શાસનના પતન બાદ IDFએ સીરિયામાં 350થી વધુ હુમલા કર્યા છે.

Israel targets Syria: અલ બાયદા અને લટાકિયા બંદરો પર હુમલો 

IDFનો દાવો છે કે આ હુમલાઓમાં સીરિયાના વ્યૂહાત્મક હથિયારોના ભંડારને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઇઝરાયેલી નૌકાદળે અલ બાયદા અને લટાકિયા બંદરો પર હુમલો કર્યો, જ્યાં 15 સીરિયન નૌકાદળના જહાજો લંગરાયેલા હતા. તેઓએ દમાસ્કસ, હોમ્સ, લટાકિયા, પાલમિરા અને ટાર્ટસમાં સીરિયન સેનાની એન્ટી એરક્રાફ્ટ બેટરીઓ, એરફિલ્ડ્સ અને હથિયારોના ઉત્પાદન કેન્દ્રો પર પણ હુમલો કર્યો. ક્રુઝ મિસાઈલ, સપાટીથી દરિયાઈ મિસાઈલ, યુએવી, ફાઈટર પ્લેન, રડાર, ટેન્ક અને હેલિકોપ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : સીરિયામાં તણાવ વચ્ચે ભારતે 75 નાગરિકોને કર્યા એરલિફ્ટ, 44 કાશ્મીરીઓનો સમાવેશ, આ દેશ થઈને વતન પરત ફરશે

Israel targets Syria: શસ્ત્રો દુશ્મનોના હાથમાં ન પહોંચે તેવા પ્રયાસો

ઈઝરાયેલના મીડિયા અનુસાર હિઝબુલ્લાએ સીરિયાના હથિયારો મેળવવાના પ્રયાસો કર્યા છે. આવી સ્થિતિમાં, ઇઝરાયેલની સેના એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે વ્યૂહાત્મક હથિયારો તેના કોઈપણ દુશ્મનના હાથમાં ન આવે. યુએન સિક્યુરિટી કાઉન્સિલને લખેલા પત્રમાં, ઇઝરાયેલે તાત્કાલિક સુરક્ષા જોખમોનો સામનો કરવા માટે લશ્કરી કાર્યવાહીને ‘મર્યાદિત અને અસ્થાયી’ પગલા તરીકે વર્ણવ્યું હતું. ઈઝરાયેલનું કહેવું છે કે તેનું હિત સીરિયાની સરહદ પર તેના નાગરિકોની સુરક્ષામાં છે. ખાસ કરીને ગોલન હાઇટ્સની સુરક્ષા માટે હુમલા કરવામાં આવ્યા હતા. 

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India Sri Lanka Ties નેબરહૂડ ફર્સ્ટ પોલિસીને નવી ઊર્જા ડિફેન્સ ટ્રેનિંગથી લઈને કોસ્ટલ સિક્યોરિટી સુધી ભારતશ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ મજબૂત બન્યો
Saudi Aramco Houthi Attack મિડલ ઈસ્ટ ફરી ભડકે બળ્યું! સાઉદી અરેબિયાના ઊર્જા મથકો પર હૂતી વિદ્રોહીઓનો મિસાઇલ એટેક, અરામકોમાં આગ અને 73 લોકો લોહીલુહાણ
Mumbai PM Modi Event Security Breach મુંબઈમાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ નજીક સુરક્ષામાં મોટી ચૂક પોલીસે ૨ શંકાસ્પદોને બંદૂક સાથે ઝડપી પાડ્યા
Russia Ukraine War Ceasefire શું હવે ખતમ થશે રશિયા અને યુક્રેનનું યુદ્ધ? વ્લાદિમીર પુતિને ૩ દિવસ માટે અટકાવ્યા હુમલા, જાણો શું છે કારણ
Exit mobile version