Site icon News Continuous Bureau | Mumbai

Israel Threat To US Iran Deal ઇઝરાયેલના કારણે મુશ્કેલીમાં મુકાશે ટ્રમ્પની ઐતિહાસિક ડીલ? નેતન્યાહૂના વલણથી અમેરિકાઈરાન સમજૂતી પર તોળાયું સંકટ

Israel Threat To US Iran Deal અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારથી ઇઝરાયેલ નારાજ, નેતન્યાહૂએ ટ્રમ્પને સ્પષ્ટ કહ્યું 'અમે આ ડીલ માનવા બંધાયેલા નથી'

Israel Threat To US Iran Deal  ઇઝરાયેલના કારણે મુશ્કેલીમાં મુકાશે ટ્રમ્પની ઐતિહાસિક ડીલ? નેતન્યાહૂના વલણથી અમેરિકાઈરાન સમજૂતી પર તોળાયું સંકટ

Israel Threat To US Iran Deal ઇઝરાયેલના કારણે મુશ્કેલીમાં મુકાશે ટ્રમ્પની ઐતિહાસિક ડીલ? નેતન્યાહૂના વલણથી અમેરિકાઈરાન સમજૂતી પર તોળાયું સંકટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Israel Threat To US Iran Deal અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને રોકવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે એક ઐતિહાસિક એમઓયુ (MoU) પર વર્ચ્યુઅલ હસ્તાક્ષર થયા છે. આ સાથે જ બંને દેશો વચ્ચે આગામી ૬૦ દિવસના વાર્તાલાપનો નવો તબક્કો શરૂ થયો છે. જોકે, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભલે અમેરિકા અને ઈરાનને આ કરાર કરતા રોકવામાં અસમર્થ રહ્યા હોય, પરંતુ તેઓ આ ડીલના આખરી પરિણામને પ્રભાવિત કરવાની કોઈ તક છોડવાના નથી.

Israel Threat To US Iran Deal – નેતન્યાહૂને ઈરાનની દાનત પર ઊંડો શંકા, અમેરિકામાં લોબિંગ શરૂ

અમેરિકી મીડિયા સંસ્થાઓ ના અહેવાલો અનુસાર, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને આ વાત પર ઊંડો શંકા છે કે ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમ પર કોઈ કડક નિયંત્રણો સ્વીકારશે. ઇઝરાયેલી અધિકારીઓનું માનવું છે કે ઈરાન છેલ્લી ઘડીએ અમેરિકાની મુખ્ય શરતો માનવાનો ઇનકાર કરી દેશે. આથી જ, નેતન્યાહૂ અને તેમના સહયોગીઓએ અમેરિકી વહીવટીતંત્ર અને ટ્રમ્પ સરકાર પર દબાણ લાવવા માટે કન્ઝર્વેટિવ મીડિયા હસ્તીઓ અને ઇઝરાયેલ સમર્થક અમેરિકી સાંસદો (રિપબ્લિકન નેતાઓ) નો સહારો લઈને મોટું લોબિંગ શરૂ કર્યું છે.

Israel Threat To US Iran Deal – અમેરિકાના ટોચના નેતાઓએ પણ કરાર સામે ઉઠાવ્યા સવાલો

આ શાંતિ કરારની આલોચના કરતા ઇઝરાયેલ સમર્થક કોમેન્ટેટર માર્ક લેવિને ઈરાનના પુનઃનિર્માણ માટેના ૩૦૦ અબજ ડૉલરના પેકેજને ‘સ્લશ ફંડ’ (બેહિસાબ ખર્ચ માટેનું ફંડ) ગણાવ્યું છે. આ ઉપરાંત લુઇસિયાનાના સીનેટર બિલ કેસિડીએ આ ડીલને દાયકાઓની સૌથી મોટી વિદેશ નીતિની ભૂલ ગણાવતા કહ્યું કે, ઈરાનને સમજાઈ ગયું છે કે હોર્મુઝ સ્ટ્રેટ રોકવાથી તે પોતાની શરતો મનાવી શકે છે. જ્યારે ટેક્સાસના સીનેટર ટેડ ક્રૂઝ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે પણ ઈરાન પરથી આર્થિક પ્રતિબંધો હટાવવા અને તેને અબજો ડૉલરનું ફંડિંગ આપવા સામે ગંભીર ચિંતા વ્યક્ત કરીને સખત સાવચેતી રાખવાની અપીલ કરી છે.

Israel Threat To US Iran Deal – લેબનોન અને હિઝબુલ્લાહનો મુદ્દો બનશે સૌથી મોટી અડચણ

આ સમજૂતીમાં સૌથી પેચીદો મુદ્દો લેબનોનનો છે. એમઓયુમાં ‘લેબનોન સહિત તમામ મોરચે સૈન્ય કામગીરી તાત્કાલિક અને કાયમી ધોરણે બંધ કરવા’ નો ઉલ્લેખ છે. પરંતુ આ કરાર પર માત્ર અમેરિકા અને ઈરાને સહી કરી છે, ઇઝરાયેલ કે લેબનોને નહીં. નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે ઇઝરાયેલ પોતાને આ કરારથી બંધાયેલું માનતું નથી અને ઇઝરાયેલી સેનાએ લેબનોનના દક્ષિણ ભાગો પર હુમલા ચાલુ રાખ્યા છે. ઇઝરાયેલના રક્ષામંત્રી ઇઝરાઇલ કાત્ઝે પણ સ્પષ્ટ કર્યું છે કે સરહદની સુરક્ષા માટે સેના લેબનોન, સીરિયા અને ગાઝાના સુરક્ષા વિસ્તારોમાં અનિશ્ચિતકાળ સુધી તૈનાત રહેશે. આ જ અસંમતિ હવે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચેના તણાવનું મુખ્ય કારણ બની ગઈ છે.

👉 આ સમાચાર વાચો:
US Iran Peace Deal Rules ઈરાન અમેરિકા ડીલ બાદ હોર્મુઝ સામુદ્રધુની માટે બદલાયા કાયદા; હવે જહાજોની અવરજવર પર લાગશે નવો ટેક્સ?

Indus Waters Treaty Tensions સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉશ્કેરણીજનક નિવેદનબાજી, ભારતે આપ્યો સ્પષ્ટ સંદેશ
Diplomatic Milestone બ્રિક્સ (BRICS) NSA બેઠક ચીનના વિદેશ મંત્રી વાંગ યી દિલ્હી આવશે, અજિત ડોભાલ સાથે થઈ શકે છે મુલાકાત
Iran’s Diplomatic Stance અમેરિકાઈરાન શાંતિ સમજૂતી મુંબઈમાં ઈરાનના કોન્સ્યુલ જનરલે આપી પ્રતિક્રિયા
Times Square Firing ટાઇમ્સ સ્ક્વેર ધણધણી ઉઠ્યું! હજારોની મેદની વચ્ચે ગોળીબાર થતાં જ અરાજકતા, અમેરિકામાં ગન કલ્ચરનો વધુ એક ભયાનક કિસ્સો
Exit mobile version