ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ફરી એક વાર દુનિયાભરની ચિંતા વધારી દીધી છે.
ઓમિક્રોન વેરિયન્ટના વધતાં જતાં જોખમ વચ્ચે ઈઝરાયેલ તેના નાગરિકો પર કોરોનાની રસીનો ચોથો ડોઝ લાદવાનો નિર્ણય લીધો છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ચોથો ડોઝ હવે 60 વર્ષથી વધુના લોકોને આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ વિશ્વનો પહેલો દેશ છે. જે પહેલા તેના નાગરિકોને કોરોના સામે રસીનો બુસ્ટર ડોઝ આપતો હતો. અને હવે રસીનો ચોથો ડોઝની પણ આપવાની તૈયારી કરી રહ્યો છે.
