Site icon News Continuous Bureau | Mumbai

Ivanka Trump Assassination Plot Busted| ઈરાનની મિલિટરી IRGC ના નિશાના પર ઇવાન્કા ટ્રમ્પ? અમેરિકામાં હાઈએલર્ટ જાહેર

Ivanka Trump Assassination Plot Busted| ઇરાનના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માટે ઇરાકી આતંકી મોહમ્મદ અલસાદી ફ્લોરિડાથી ઝડપાયો.

Ivanka Trump Assassination Plot Busted| ઈરાનની મિલિટરી IRGC ના નિશાના પર ઇવાન્કા ટ્રમ્પ? અમેરિકામાં હાઈએલર્ટ જાહેર

Ivanka Trump Assassination Plot Busted| ઈરાનની મિલિટરી IRGC ના નિશાના પર ઇવાન્કા ટ્રમ્પ? અમેરિકામાં હાઈએલર્ટ જાહેર

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Ivanka Trump Assassination Plot Busted| અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી દીકરી ઇવાન્કા ટ્રમ્પની (Ivanka Trump) હત્યાના એક અત્યંત ભયાનક અને આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ થયો છે. ઇરાનની સેના ‘ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) માંથી ખાસ તાલીમ મેળવેલા એક ખતરનાક આતંકવાદીએ ઇવાન્કા ટ્રમ્પની જાન લેવાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કરી લીધો હતો. જો કે, કાવતરું પાર પડે તે પહેલાં જ અમેરિકી સુરક્ષા એજન્સીઓએ આ આતંકીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. યુએસના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હાઈપ્રોફાઈલ ધરપકડ બાદ ટ્રમ્પ પરિવાર અને ઇવાન્કાની સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય કરી દેવામાં આવી છે.

કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માટે રચી હતી ખૌફનાક સાજિશ

પ્રખ્યાત અમેરિકી અખબાર ના અહેવાલો મુજબ, પકડાયેલા આતંકવાદીની ઓળખ ૩૨ વર્ષીય મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદી તરીકે થઈ છે, જે મૂળ ઇરાકનો નાગરિક છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ આતંકી આશરે છ વર્ષ પહેલાં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઇરાની લશ્કરી કમાન્ડર કાસિમ સુલેમાનીને પોતાના ગુરુ માનતો હતો. વર્ષ ૨૦૨૦ માં બગદાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાએ એક ગુપ્ત ઓપરેશન કરીને સુલેમાનીને ઠાર કર્યો હતો, જેનો બદલો લેવા માટે અલ-સાદી લાંબા સમયથી ટ્રમ્પ પરિવારને નિશાન બનાવવાની ફિરાકમાં હતો.

ઇવાન્કા ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત આલીશાન ઘરનો બ્લુપ્રિન્ટ રિકવર કરાયો

સુરક્ષા એજન્સીઓની આકરી પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આરોપી અલ-સાદીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારને તબાહ કરવાની અને ખાસ કરીને તેમની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને જાનથી મારી નાખવાની કસમ ખાધી હતી. તપાસ દરમિયાન સુરક્ષા દળોને આતંકી અલ-સાદી પાસેથી અમેરિકાના ફ્લોરિડામાં આવેલા ઇવાન્કા ટ્રમ્પના આલીશાન ઘરનો સંપૂર્ણ નકશો અને ડિજિટલ બ્લુપ્રિન્ટ (Blueprint) મળી આવ્યા છે. તે પાછલા ઘણા સમયથી ઇવાન્કાના ઘરની આસપાસ રેકી (ગુપ્ત દેખરેખ) કરી રહ્યો હતો અને હુમલા માટે યોગ્ય તકની રાહ જોતો હતો.

‘ટ્રમ્પના ઘરને પણ કાસિમ સુલેમાનીની જેમ જ સળગાવી દેવું પડશે’

વોશિંગ્ટનમાં ઇરાકી દૂતાવાસના પૂર્વ ડેપ્યુટી મિલિટરી એટેચી એન્તિફાધ કનબરે (Entifadh Qanbar) આ આતંકવાદીના ખતરનાક ઈરાદાઓ વિશે મીડિયા સમક્ષ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, કાસિમ સુલેમાનીના માર્યા ગયા બાદ અલ-સાદી કટ્ટરપંથીઓ વચ્ચે સતત કહેતો ફરતો હતો કે, ‘આપણે ગમે તે ભોગે ઇવાન્કા ટ્રમ્પની હત્યા કરવી જ પડશે.’ તેનું માનવું હતું કે ટ્રમ્પના આખા ઘરને તે જ રીતે સળગાવીને રાખ કરી દેવું જોઈએ, જે રીતે અમેરિકાએ તેમના લશ્કરી કમાન્ડર કાસિમ સુલેમાનીના ઘર અને સામ્રાજ્યને તબાહ કર્યું હતું. હાલમાં યુએસ ઇન્ટેલિજન્સ એજન્સીઓ આ આતંકી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્લીપર સેલ્સની શોધખોળ કરી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Petrol Diesel CNG Price Hike। પેટ્રોલ અને ડીઝલની સાથે હવે CNG પણ થયું મોંઘુ, ૧૦ દિવસમાં ત્રીજી વખત ઝીંકાયો મોટો ભાવવધારો

Ship Attacked In Strait Of Hormuz હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર ડ્રોન હુમલો 11 ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું ‘તરત જ બંધ કરો’
Trump Iran Nuclear Policy Double Game મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના એંધાણ! ઈરાનને ટ્રમ્પની સીધી ધમકી “વાતચીતથી નહીં માનો તો બોમ્બમારો થશે”, ડિપ્લોમસી વચ્ચે સેના એલર્ટ
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
CEC Gyanesh Kumar Resignation “બસ, ઘણું થયું!” રાહુલ ગાંધીએ સીધા CEC જ્ઞાનેશ કુમાર પર સાધ્યું નિશાન એક જ પોસ્ટે દિલ્હીના રાજકારણમાં મચાવ્યો હડકંપ!
Exit mobile version