Site icon News Continuous Bureau | Mumbai

ક્રિસ હિપકિન્સ બન્યા ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન, જેસિન્ડા આર્ડર્નની થઈ વિદાય

ક્રિસ હિપકિન્સ ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન બન્યા છે. બુધવારે તેમણે દેશના 41માં વડાપ્રધાન તરીકે શપથ લીધા. ન્યુઝીલેન્ડના સરકારી પ્રસારણકર્તા કંપનીએ આ માહિતી આપી છે. જેસિન્ડા આર્ડર્ન આજે સવારે વડા પ્રધાન તરીકે છેલ્લી વખત ન્યુઝીલેન્ડની સંસદમાં પહોંચ્યા

Arderns successor Chris Hipkins sworn in as New Zealand PM

ક્રિસ હિપકિન્સ બન્યા ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન, જેસિન્ડા આર્ડર્નની થઈ વિદાય

News Continuous Bureau | Mumbai

ક્રિસ હિપકિન્સ ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન બન્યા છે. બુધવારે તેમણે દેશના 41માં વડાપ્રધાન તરીકે શપથ લીધા. ન્યુઝીલેન્ડના સરકારી પ્રસારણકર્તા કંપનીએ આ માહિતી આપી છે. જેસિન્ડા આર્ડર્ન આજે સવારે વડા પ્રધાન તરીકે છેલ્લી વખત ન્યુઝીલેન્ડની સંસદમાં પહોંચ્યા, ત્યાંથી સીધા સરકારી ગૃહ તરફ પ્રયાણ કર્યું, જ્યાં તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું. કાર્મેલ સેપુલોનીએ નાયબ વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. પદ સંભાળ્યા પછી, હિપકિન્સે સંકેત આપ્યો છે કે વધતી જતી મોંઘવારીનો સામનો કરવો એ તેમની કેબિનેટની પ્રાથમિકતા રહેશે.

Join Our WhatsApp Channel

હિપકિન્સ પ્રથમ વખત 2008માં ન્યુઝીલેન્ડની સંસદમાં ચૂંટાયા હતા. નવેમ્બર 2020 માં, કોરોના રોગચાળા દરમિયાન, તેમને મંત્રી તરીકે કોરોના સાથે ડીલ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સિવાય હિપકિન્સ પોલીસ મંત્રાલય, શિક્ષણ અને જાહેર સેવા જેવા મંત્રાલયો પણ સંભાળી ચુક્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Vastu Tips : વાસ્તુ નિયમો અનુસાર તમારા ઘરને વોટર ફાઉન્ટેનથી સજાવો, ખૂબ પૈસાનો વરસાદ થશે

અગાઉ જેસિન્ડા આર્ડર્ને વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જેસિન્ડા આર્ડર્નના રાજીનામા બાદ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન પદના દાવેદારોના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેમાં બાજી ક્રિસ હિપકિન્સના હાથમાં આવી. પોતાના રાજીનામાની જાહેરાત કરતા જેસિન્ડા આર્ડર્ને કહ્યું કે તે જાણે છે કે વડાપ્રધાન પદ માટે ઘણી જવાબદારી અને સમર્પણની જરૂર પડે છે પરંતુ હવે તે તેની સાથે ન્યાય કરી શકવા સક્ષમ નથી, તેથી તે પદ પરથી હટી રહી છે પરંતુ ઘણા સાથીદારો છે જેઓ આ જવાબદારી વધુ સારી રીતે નિભાવી શકે છે. 

 

Russian Missile Enters Poland Airspace વિશ્વયુદ્ધના ભણકારા? યુક્રેન પર છોડેલી રશિયાની મિસાઈલ પોલેન્ડ પહોંચી; નાટો દેશોમાં એલર્ટ..
Donald Trump Fall Asleep Xi Jinping Speech શી જિનપિંગના ભાષણ દરમિયાન ટ્રમ્પ ઊંઘી ગયા હોવાનો વીડિયો વાયરલ વ્હાઈટ હાઉસે આપી સ્પષ્ટતા!
S Jaishankar on Japanese Business Leaders ‘ભૂતકાળ ભૂલીને ભારત અંગેની તસવીર અપડેટ કરો’ ટોક્યોમાં જાપાની ઉદ્યોગપતિઓને એસ. જયશંકરની અપીલ!
Pakistan Minister India Visit Congress Slams Modi Govt પાકિસ્તાની મંત્રીના ભારત પ્રવાસ પર રાજકીય ઘમાસાણ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું ‘ધમકી આપનારને આમંત્રણ આપ્યું’
Exit mobile version