ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
07 નવેમ્બર 2020
કોરોના સંકટ બાદ ચીનમાંથી અનેક વિદેશી કંપનીઓના ઉત્પાદન પ્લાન્ટ હવે આ કંપનીઓ અન્ય દેશોમાં ફેરવી રહી છે. તે વચ્ચે જાપાને પણ ચીનને ફટકો મારતાં તેની બે કંપનીઓ જે હાલ ચીનમાં છે, તેને ભારતમાં સ્થાપવા માટે સબસીડી આપવાની જાહેરાત કરી છે. સાથે બે અબજ ડોલરની મદદથી આ કંપની પોતાના પ્લાન્ટ સ્થાપશે. ટોયેટો, શુશો તથા સુમીંડા છે. ટોયોટો સુશો ભારતમાં અર્થમેટલ યુનિટ સ્થાપવા જઇ રહી છે ત્યારે સુમીડા ઓટો મોબાઈલ સ્પેરપાર્ટસ બનાવે છે અને તે જાપાનીઝ અને કોરીયન કંપનીને પૂરા પાડે છે.
મોદી સરકારના વાણીજ્ય મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે જાપાન સરકારે ભારતમાં આવી રહેલી કંપનીઓને 23.5 અબજ યેન આપવાની જાહેરાત કરી છે જેના કારણે આ કંપનીઓ ભારતમાં તેના પ્લાન્ટ ભારતમાં સરળતાથી સ્થાપી શકશે.