Site icon

આખરે સ્પેસ ટુરીઝમ નો જમાનો આવી ગયો. જાપાનના અબજપતિ મેઝાવા સ્પેસમાં ૧૨ દિવસ વિતાવશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

રશિયાની કઝાખસ્તાનમાં બૈકોનુર ખાતે આવેલી લોન્ચ ફેસિલિટીમાંથી એમએસ-૨૦ સોયુઝમાં બપોરે ૧૨-૩૮ વાગે તેઓ અવકાશમાં જવા રવાના થયા હતા. મેઝાવા અને હીરાનો સ્પેસમાં ૧૨ દિવસ વીતાવવાના છે. બંને જણા ૨૦૦૯ પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં નાણા ચૂકવીને રહેનારા પહેલા પ્રવાસી બન્યા છે. આ પ્રવાસ બદલ તેઓએ કેટલા નાણા ચૂકવ્યા છે તે હજી જાહેર કરાયું નથી. મેઝાવાએ પ્રી-ફ્લાઇટ ન્યુઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મને અવકાશમાંથી પૃથ્વી જાેવી ગમશે. મારી વ્યક્તિગત આકાંક્ષા પણ છે. હું તે જાેવા આતુર છું કે સ્પેસ મારામાં કઈ રીતનું પરિવર્તન લાવે છે. આ સ્પેસ ફ્લાઇટ પછી હું કેટલો બદલાઇશ. આ ફલાઇટનું આયોજન કરનારી કંપનીએ જણાવ્યું હતું કે મેઝાવાએ લોકોને આઇડિયા અંગે પૂછ્યા પછી અંતરિક્ષમાં કરવા જેવા સો કામની યાદી બનાવી છે. તેમા દૈનિક જીવનની સામાન્ય ચીજાે અને કેટલીક રમૂજપ્રેરક પ્રવૃત્તિઓની સાથે કેટલાક ગંભીર સવાલોનો સમાવેશ થાય છે, એમ સ્પેસ એડવેન્ચર્સ પ્રેસિડેનટ્‌ ટોમ શેલીએ જણાવ્યું હતું.મેઝાવાની નેટવર્થ બે અબજ ડોલરની હોવાનું મનાય છે. તેણે ઇલોન મસ્કની સ્ટારશિપમાં પણ બૂકિંગ કર્યુ છે. તેની ફ્લાઇટ ૨૦૨૩ની હોવાનું મનાય છે. તે બીજા આઠ કન્ટેસ્ટ વિનર્સ સાથે આ પ્રવાસમાં જાેડાશે.જાપાનીઝ અબજપતિ અને તેના પ્રોડયુસરે બુધવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જવા માટે ટેકઓફ કર્યુ હતું. તઓે દાયકા પછી પહેલી વખત નાણા ચૂકવીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનારા પહેલા પ્રવાસી બન્યા છે. ફેશન ટાયકૂન યુસાકુ મેઝવા અને પ્રોડયુસર યોઝો હીરાનો આ સ્પેસ મિશનમાં ફિલ્મ બનાવવાનું પણ આયોજન ધરાવે છે. તેઓ રશિયાના સોયુઝ સ્પેસ ક્રાફ્ટમાં રશિયન અવકાશયાત્રી એલેકઝાન્ડર મિસુરકિનની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા છે.

લ્યો કરો વાત : રાજકોટમાં કોરોના મોતના આંકડા ૪૫૮ અને પચાસ હજાર ના વળતર માટે ૪૨૦૦ અરજી આવી

Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ
Pakistan nuclear weapons: પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ, ભારતની ચિંતા વધી, જાણો શું છે સમગ્ર મામલો
Pakistan China Relations: ચીન-પાકિસ્તાન ની મિત્રતામાં આવી તિરાડ? આ પ્રોજેક્ટ માંથી ડ્રેગન ની પીછેહઠ કરાતા ચર્ચા નું બજાર થયું ગરમ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
Exit mobile version