Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકાની બ્લુ ઓરિજિન કંપની પુરુષ અને મહિલા કર્મચારીઓમાં ભેદભાવ કરે છે? 21 વરિષ્ઠ કર્મચારીઓએ કંપનીના માલિક પર લગાવ્યા કેટલાંક ગંભીર આરોપ: જાણો વિગત

 

 

Join Our WhatsApp Channel

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 3 ઓક્ટોબર, 2021

રવિવાર

 

વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસની 'બ્લુ ઓરિજિન' કંપની 12મી ઓક્ટોબરના રોજ અવકાશમાં બીજી માનવીય ઉડાન ભરશે. તે પહેલાં કંપનીના 21 વરિષ્ઠ કર્મચારીઓએ જેફ બેઝોસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે બ્લુ ઓરિજિનનું વાતાવરણ ખૂબ જ ખરાબ છે. બેઝોસ સ્પેસએક્સના માલિક એલોન મસ્ક અને વર્જિન ગેલેક્ટીકના સ્થાપક રિચાર્ડ બ્રેન્સનને પાછળ છોડી દેવાની સ્પર્ધા કરી રહ્યા છે. આ કારણે તેઓ કર્મચારીઓને છોડીને માત્ર કંપનીને જ પ્રાધાન્ય આપે છે. કર્મચારીઓને તણાવમાં કામ કરવા મજબૂર કરે છે. 

 

કંપનીના ભૂતપૂર્વ હેડ ઓફ એમ્પ્લોઇ કમ્યુનિકેશન એલેક્ઝાન્ડ્રાએ પણ આ મુદ્દો અગ્રણી રીતે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું- 'સ્પેસ કંપનીમાં પુરુષોને પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીં મહિલાઓ સુરક્ષિત નથી. મહિલા કર્મચારીઓ જાતીય સતામણીનો ભોગ બની રહી છે. મહિલાઓને 'બેબી ગર્લ', 'બેબી ડોલ' અથવા 'સ્વીટહાર્ટ' કહીને બોલાવવામાં આવે છે. કંપનીના ઉચ્ચ અધિકારીઓ મહિલા કર્મચારીઓને તેમની અંગત ક્ષણો વિશે પૂછે છે. એટલું જ નહિ બ્લુ ઓરિજિનના એક અધિકારીએ નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રીને કહ્યું કે તમારે મહિલાઓને બદલે મારી સલાહ લેવી જોઈએ, કારણ કે હું એક પુરુષ છું અને સ્ત્રીઓ કરતાં વધુ સારો અભિપ્રાય આપી શકું છું.

 

 

 

જોકે બ્લુ ઓરિજિનના પ્રવક્તાએ આ આરોપોને નકારતા કહ્યું હતું કે, 'એલેક્ઝાન્ડ્રાને બે વર્ષ પહેલાં કંપનીમાંથી કાઢી મૂકવામાં આવી છે. બ્લુ ઓરિજિનના કોઈ કર્મચારી સાથે ભેદભાવ કે સતામણીની કોઈ ઘટના બની નથી.'

US Sanctions India Skiez Travels Mahan Air ઈરાનને મદદ કરવા બદલ ભારતની સ્કાયઝ ટ્રાવેલ્સ સહિત ૬ સંસ્થાઓ પર અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ
Trump Gaza War Deal Announcement ઇઝરાયલહમાસ યુદ્ધ વિરામ તરફ મોટું પગલું ટ્રમ્પે ગાઝા કરારને ગણાવ્યો ઐતિહાસિક..
US May Impose 1 Lakh Dollar Fee અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરવી મોંઘી પડશે? ડિગ્રી પછી કામ કરવા માટે ૧ લાખ ડૉલરની ફી વસૂલવાની તૈયારી
Chinese J 20 Stealth Jets Deployed એલએસી પાસે ડ્રેગનની હિલચાલ, ચીને સરહદ નજીક ૧૨ ફાઈટર જેટ્સ ગોઠવીને વધાર્યો તણાવ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ.
Exit mobile version