ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 16 એપ્રિલ 2021.
શુક્રવાર.
9 સપ્ટેમ્બર 2001ના દિવસે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયા બાદ અમેરિકાએ દહેશત વાદને નાબૂદ કરવાનું બીડું ઝડપ્યું. અને અફઘાનિસ્તાનમાં છુપાયેલા અલ-કાયદાનો પ્રમુખ અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર માં થયેલા હુમલાના માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેનનો ખાત્મો કરવાનો નિર્ણય કર્યો. 2001માં અમેરિકા અને નાટોના સૈનિકો અફઘાનિસ્તાનમાં ઘુસ્યા હતા.
પ્રબળ સાધનસામગ્રી, અત્યાધુનિક શસ્ત્રો, અસંખ્ય ભંડોળ, અગ્રણી વ્યૂહરચનાકાર અને વૈશ્વિક સમર્થન હોવા છતાં પણ અમેરિકા માટે અફઘાનિસ્તાને હરાવવું સહેલું નહોતું. બે દાયકાની કાર્યવાહી પછી અઢી હજાર સૈનિકોના મોત સાથે નાટો ના હજારો સૈનિકો ના બલિદાન અને બે ટ્રિલિયન ડોલરના વેડફાટ છતાં અમેરિકા એ અફઘાનિસ્તાનથી પીછેહઠ કરવી પડી છે.
ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાનના એબોટાબાદમાં લાદેનની હત્યાના 10 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાં કાયમી શાંતિ અને લોકશાહીનો પાયો નાખવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ હજી પણ સંઘર્ષ કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ડેમોક્રેટ્સ અને બે રિપબ્લિકન રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે પરંતુ અફઘાનિસ્તાન આ બાબતમાં કંઇ નક્કર બન્યું નથી.જોકે યુએસના હાલના રાષ્ટ્રપતિ જૉ બિડેને કહ્યું છે કે, યુ.એસ સૈન્ય અફઘાનિસ્તાનમાંથી આગામી 9 સપ્ટેમ્બરે બિનશરતી પીછે હઠ કરશે.
‘બડે બેઆબરૂ હોકર નીકલે તેરે કુચે સે હમ’ બે દશકમાં બે ટ્રિલિયન ડોલરનું પાણી કરીને અમેરિકા અફઘાનિસ્તાનથી પાછું ફરશે. અમેરિકા એ શું ગુમાવ્યું ? જાણો અહીં.
