Site icon News Continuous Bureau | Mumbai

‘બડે બેઆબરૂ હોકર નીકલે તેરે  કુચે સે હમ’ બે દશકમાં બે ટ્રિલિયન ડોલરનું પાણી કરીને અમેરિકા અફઘાનિસ્તાનથી પાછું ફરશે. અમેરિકા એ શું ગુમાવ્યું ? જાણો અહીં.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 16 એપ્રિલ 2021.
શુક્રવાર.
   9 સપ્ટેમ્બર 2001ના દિવસે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયા બાદ અમેરિકાએ દહેશત વાદને નાબૂદ કરવાનું બીડું ઝડપ્યું. અને અફઘાનિસ્તાનમાં છુપાયેલા અલ-કાયદાનો પ્રમુખ અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર માં થયેલા હુમલાના માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેનનો ખાત્મો કરવાનો નિર્ણય કર્યો. 2001માં અમેરિકા અને નાટોના સૈનિકો અફઘાનિસ્તાનમાં ઘુસ્યા હતા. 
    પ્રબળ સાધનસામગ્રી, અત્યાધુનિક શસ્ત્રો, અસંખ્ય ભંડોળ, અગ્રણી વ્યૂહરચનાકાર અને વૈશ્વિક સમર્થન હોવા છતાં પણ અમેરિકા માટે અફઘાનિસ્તાને  હરાવવું સહેલું નહોતું. બે દાયકાની કાર્યવાહી પછી અઢી હજાર સૈનિકોના મોત સાથે નાટો ના હજારો સૈનિકો ના બલિદાન અને બે ટ્રિલિયન ડોલરના વેડફાટ છતાં અમેરિકા એ અફઘાનિસ્તાનથી પીછેહઠ કરવી પડી છે.
   ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાનના એબોટાબાદમાં લાદેનની હત્યાના 10 વર્ષ બાદ અફઘાનિસ્તાનમાં કાયમી શાંતિ અને લોકશાહીનો પાયો નાખવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ હજી પણ સંઘર્ષ કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ડેમોક્રેટ્સ અને બે રિપબ્લિકન રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે પરંતુ અફઘાનિસ્તાન આ બાબતમાં કંઇ નક્કર બન્યું નથી.જોકે યુએસના હાલના રાષ્ટ્રપતિ જૉ બિડેને કહ્યું છે કે, યુ.એસ સૈન્ય અફઘાનિસ્તાનમાંથી આગામી 9 સપ્ટેમ્બરે બિનશરતી પીછે હઠ કરશે.

Join Our WhatsApp Channel
Philippines Air Force Plane Crash ફિલિપાઈન્સ એરફોર્સના બે વિમાન આકાશમાં સામસામે અથડાયા ચાર પાઈલટોના કમકમાટીભર્યા મોત!
India Germany Research Partnership ભારત અને જર્મની વચ્ચે મોટો કરાર જર્મન ટેકનોલોજી અને ભારતીય પ્રતિભા સાથે મળીને વૈશ્વિક બજાર જીતશે!
US Iran Undersea Cable Threat ટ્રમ્પની હુમલાની ધમકી સામે ઈરાનનો પલટવાર સમુદ્ર નીચેની ઇન્ટરનેટ કેબલ્સ કાપી નાખવાની ચેતવણી, વિશ્વવ્યાપી સંકટની ભીતિ!
Donald Trump Tariff Threat Claim ભારતપાક સંઘર્ષ પર ટ્રમ્પે ફરી પોતાની પીઠ થાબડી બોલ્યા ‘૨૫૦% ટેરિફની ધમકી આપીને લડાઈ અટકાવી!’
Exit mobile version