Site icon News Continuous Bureau | Mumbai

‘જો હું રાષ્ટ્રપતિ બનીશ તો…’ જો બીડેનએ કરી ભાજપની નકલ, અમેરિકનો માટે કરી દીધી આ મોટી જાહેરાત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
24 ઓક્ટોબર 2020

યોગાનુયોગ યુએસ ની જેમ હાલ ભારતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. એમાં NDA ના ઉમેદવારોએ પોતે જીતશે તો બિહારની પ્રજાને કોરોનાની રસી મફત આપશે એવું વચન આપ્યું હતું. જો કે આ વચનને ઘણો હોબાળો પણ થયો છે. ત્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિના ઉમેદવાર જો બીડેનએ ભાજપની કોપી કર્યાની ચર્ચા થઈ રહી છે.

Join Our WhatsApp Channel

 

અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોરોના વાઇરસ સૌથી મોટો મુદ્દો બનતો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બચાવ અને સ્પષ્ટતાની મુદ્રામાં છે. ડેમોક્રેટ ઉમેદવાર બાઈડને કહ્યું કે 'કોરોના પીઆર કાબૂ મેળવવા બાબતે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. જો હું રાષ્ટ્રપતિ બનીશ તો દરેક અમેરિકનને મફતમાં કોરાનાની વેક્સિન આપવામાં આવશે. પછી ભલે તેનો વીમો હોય કે ન હોય.'

ત્રીજી રાષ્ટ્રપતિની ચર્ચા બાદ એક રેલી સંબોધતા ટ્રમ્પે કહ્યું, તેમણે કોરોના સામે સારી રીતે મુકાબલો કર્યો છે. દરેક અમેરિકનએ આ વાત ધ્યાનમાં લેવી પડશે. ટ્રમ્પએ કહ્યું, જ્યારે પણ આપણને સલામત અને અસરકારક વેક્સિન મળશે ત્યારે હું વચન આપું છું કે દરેક અમેરિકનને મફતમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

તૃમ્પને ઉત્તર વાળતા બાઇડને  કહ્યું કે અમેરિકામાં કોરોનાથી 2 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે. રાષ્ટ્રપતિ મહિનાઓથી કહી રહ્યા છે કે કોરોના વાઇરસ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જવાનો છે, આપણે એના પર કાબૂ મેળવીશું, પરંતુ આવું ક્યારે થશે.? એનો જવાબ ટ્રમ્પ પાસે નથી. આમ અમેરિકાની ચુંટણીમાં પણ હાલ તો કોરોનાની રસી રાજકીય મુદ્દો બની છે..

Crude Oil Surges To 110 Dollars આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અચાનક ૧૧૦ ડોલરે પહોંચ્યું વૈશ્વિક બજારોમાં ખળભળાટ, ભારત પર મોંઘવારી અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટનું મોટું સંકટ
Air India Saudi Flights Cancelled સાઉદી અરેબિયા જતી ફ્લાઇટ્સ પર બ્રેક એર ઇન્ડિયાએ ૨૪ ઓક્ટોબર સુધી જેદ્દાહ, રિયાધ અને દમ્મામની ઉડાન રદ કરી
India US Trade Deal ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની શક્યતા તેજ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન ઓઈલ પર ટેરિફ છૂટ આપતાં સંબંધો સુધર્યા, નિર્મલા સીતારમણે આપ્યા સંકેત
Houthi Military Strength Saudi Concern હૂતીઓની વધતી તાકાતથી સાઉદી અરેબિયા ચિંતિત લાંબી ખેંચાઈ શકે છે લડાઈ, સંરક્ષણ નિષ્ણાતોએ આપી ચેતવણી
Exit mobile version