Site icon

યૂક્રેન ક્યારેય આત્મસમર્પણ નહીં કરે… અમેરિકાથી ઝેલેન્સકીએ કરી મોટી જાહેરાત

યૂક્રેન યુદ્ધ સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. એવી પણ ચિંતાઓ છે કે યૂક્રેનના કેટલાક સહયોગીઓ યુદ્ધમાં ઠાલવવામાં આવતા નાણાં અને વૈશ્વિક ખાદ્ય અને ઉર્જા પુરવઠા પર તેની અસર અંગે શંકાસ્પદ છે. પરંતુ બાઇડને આવી ચિંતાઓને ફગાવી દીધી

Joe Biden Vows To Strengthen Ukraine Support In Zelensky Meeting

યૂક્રેન ક્યારેય આત્મસમર્પણ નહીં કરે... અમેરિકાથી ઝેલેન્સકીએ કરી મોટી જાહેરાત

News Continuous Bureau | Mumbai

ફેબ્રુઆરીમાં લગભગ 10 મહિના પહેલા રશિયા-યૂક્રેન યુદ્ધની શરૂઆત થયા બાદ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી તેમની પ્રથમ વિદેશ યાત્રા પર છે. ઝેલેન્સકી બુધવારે અમેરિકા પહોંચ્યા હતા. વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કર્યા બાદ તેમણે કોંગ્રેસના સભ્યોને સંબોધિત કર્યા હતા. બાઇડને ઝેલેન્સ્કી સાથેની ન્યૂઝ કોન્ફરન્સમાં યૂક્રેનને સતત સમર્થન આપવાની ખાતરી આપી હતી. તેમણે જાહેરાત કરી કે યુએસ વધારાના $1.8 બિલિયન સહાય પેકેજના ભાગ રૂપે પેટ્રિઅટ મિસાઇલ સંરક્ષણ પ્રણાલી કિવને મોકલશે. ઝેલેન્સકીએ અમેરિકાના સમર્થન માટે આભાર માન્યો અને કહ્યું કે યૂક્રેન આ યુદ્ધમાં આત્મસમર્પણ નહીં કરે.

Join Our WhatsApp Community

અહેવાલો અનુસાર, બાઇડને ઝેલેન્સકીને કહ્યું કે જ્યાં સુધી રશિયા સાથે યુદ્ધ ચાલશે ત્યાં સુધી યુએસ યૂક્રેનની પડખે રહેશે. તેમણે કહ્યું કે તે ક્યારેય એકલા નહીં પડે. 10 મહિનાના યુદ્ધમાં અમેરિકા યૂક્રેનનું સૌથી મોટું મદદગાર સાબિત થયું છે. રશિયાની નારાજગી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધમકીઓ છતાં અમેરિકા યૂક્રેનને શસ્ત્રો આપવાનું ચાલુ રાખે છે. લગભગ $2 બિલિયનના પેકેજની જાહેરાત કરવા ઉપરાંત, બાઇડને વધુ $45 બિલિયનની સહાયનું વચન આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Netflix, Disney+ અને Amazon Primeનો પાસવર્ડ શેર કરવા પર થશે જેલ, આ દેશમાં આવી રહ્યો છે કાયદો

‘આખું વિશ્વ યૂક્રેન સાથે’

યૂક્રેન યુદ્ધ સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. એવી પણ ચિંતાઓ છે કે યૂક્રેનના કેટલાક સહયોગીઓ યુદ્ધમાં ઠાલવવામાં આવતા નાણાં અને વૈશ્વિક ખાદ્ય અને ઉર્જા પુરવઠા પર તેની અસર અંગે શંકાસ્પદ છે. પરંતુ બાઇડને આવી ચિંતાઓને ફગાવી દીધી, કહ્યું કે તેમને યૂક્રેન માટે સમર્થનની એકતા જોઈને “સારું” લાગી રહ્યુ છે. તેમણે પત્રકારોને કહ્યું કે તેઓ વૈશ્વિક ગઠબંધનને એકસાથે રાખવા અંગે “જરા પણ ચિંતિત નથી”.

ઝેલેન્સકીએ માંગ્યું ‘દ્વિપક્ષીય સમર્થન’ 

તેમના પ્રથમ વિદેશ પ્રવાસ પર, ઝેલેન્સકી એ જ પોશાકમાં દેખાયા જે આ યુદ્ધમાં તેમનો ટ્રેડમાર્ક બની ગયો છે. તેમણે આશા વ્યક્ત કરી કે કોંગ્રેસ યૂક્રેન માટે $45 બિલિયનનું પેકેજ મંજૂર કરશે. જોકે, જાન્યુઆરીમાં હાઉસ ઓફ રિપબ્લિકન્સે ચેતવણી આપી હતી કે તેઓ યૂક્રેનને ‘બ્લેન્ક ચેક’ નહીં આપે. યુએસ એરફોર્સના વિમાનમાં વોશિંગ્ટન પહોંચેલા યૂક્રેનના રાષ્ટ્રપતિ આવતા મહિને યુએસ સંસદમાં થનારા ફેરફારોથી પણ વાકેફ છે. તેમણે કહ્યું કે “કોંગ્રેસમાં ફેરફારોને ધ્યાનમાં લીધા વિના” તેઓ માને છે કે યૂક્રેન માટે સમર્થન દ્વિપક્ષીય હશે.

આ સમાચાર પણ વાંચો:  ફરી ઇઝરાયેલની સત્તા આવી બેન્જામિન નેતન્યાહુના હાથમાં, બનશે વડાપ્રધાન, ગઠબંધન સરકાર બનાવવામાં સફળતા

‘ક્યારેય આત્મસમર્પણ નહીં કરે યૂક્રેન’

ઝેલેન્સકીએ વ્હાઇટ હાઉસમાં બેઠક બાદ યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. અમેરિકન સાંસદોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. તેમના સંબોધનમાં, તેમણે કહ્યું કે તેમનો દેશ હજુ પણ ‘તમામ અવરોધો સામે’ ઊભો છે અને આવતા વર્ષે સંઘર્ષમાં ‘એક વળાંક’ની આગાહી કરી. ઝેલેન્સકીએ જાહેર કર્યું કે યૂક્રેન ક્યારેય આત્મસમર્પણ કરશે નહીં અને તેને વધુ શસ્ત્રોની જરૂર છે. તેમણે કહ્યું, ‘અમારી પાસે તોપો છે, તેના માટે આભાર. પરંતુ શું તે પૂરતું છે? પ્રમાણિકતાથી કહું તો ના. અમને રશિયન સૈન્યને સંપૂર્ણપણે ભગાડવા માટે વધુ તોપ અને ગોળાઓની જરૂર છે.’

 

Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Exit mobile version