News Continuous Bureau | Mumbai
બ્રિટનમાં(Britain) સત્તારૂઢ(Ruling party) કન્ઝર્વેટિવ પાર્ટીના(Conservative party) સાંસદોએ(MP) બળવો કર્યા બાદ વડા પ્રધાન બોરિસ જોન્સન(PM Boris Johnson) મુશ્કેલીમાં મુકાયા છે.
છેલ્લા 48 કલાકમાં કેબિનેટના 5 મંત્રીઓ(Cabinet minister) સહિત 39 મંત્રીઓએ રાજીનામું(Resignation) આપી દીધું છે.
આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું છે.
છેલ્લા મહીને જે બે મંત્રીઓ ઋષિ સુનક(Rishi Sunak) અને સાજિદ જાવિદે(Sajid Javid) સરકાર બચાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ પણ હવે જોનસનનો સાથ છોડી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે એક મહિનામાં આ બીજી વખત બોરિસ સરકાર જોખમમાં છે.
આ સમાચાર પણ વાંચો : સંકટના વાદળ-બ્રિટન PM બોરિસ જૉનસનની ખુરશી થઈ ડામાડોળ- ગત 24 કલાકમાં આ ચાર મંત્રીઓએ આપી દીધું રાજીનામું
