Site icon

ખાલિસ્તાની આતંકીઓનો બોલાવ્યો ખાતમો, 72 કલાકમાં ત્રણનો શિકાર, હેપ્પી સંખેરા, રિંડાની હત્યા; બેંગકોકથી કુલવિંદરને કરાયો કબજે

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન ( Pakistan ), પંજાબ , કેનેડા સહિત વિશ્વના અનેક દેશોમાં ખાલિસ્તાન-ખાલિસ્તાનના ( Khalistani ) નારા લગાવતા આતંકીઓ ( Terrorist ) પર એજન્સીઓ સકંજો કસી રહી છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા 72 કલાકમાં ખાલિસ્તાન આતંકી નેટવર્ક  સાથે ત્રણ મોટા નામોનો ખાતમો થયો છે. જેમાંથી 2 આતંકીઓના મોત (dies) થયા છે, જયારે એક આતંકીને ભારતની તપાસ એજન્સી NIAએ પકડી પાડ્યો છે. ( harwinder rinda ) 

Join Our WhatsApp Community

ત્રણ ગેંગસ્ટર – હરવિંદર સિંહ રિંડા, હેપ્પી સંખેરા અને કુલવિંદર સિંહ ખાનપુરિયા એવા નામો છે કે જે ભારત વિરુદ્ધ પ્રોપેગેંડા ફેલાવી રહ્યા છે અને ભારતીય હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. હવે આ ત્રણ નામોમાંથી અકે હરવિંદર સિંહ રિંડાનું મોત પાકિસ્તાનના (Pakistan)  લાહોરની હોસ્પિટલમાં થયું છે. જયારે ઇટાલી (Italy) માં હેપ્પી સંખેરા મરાયો છે અને કુલવિંદર સિંહ ખાનપુરિયાને બેંગકોકથી ફસાવીને દિલ્હી લાવવામાં આવ્યો, જ્યાં NIAએ તેને એરપોર્ટ પર જ પકડી લીધો.

ભારતની ગુપ્તચર એજન્સીઓના દાવા અનુસાર, આતંકી હરવિંદર સિંહ રિંડાનું ( harwinder rinda ) મોત કિડની ફેલ થવાના કારણે થયું. કેટલાક અહેવાલો અનુસાર, રિંડાનું મૃત્યુ ડ્રગના ઓવરડોઝને કારણે થયું હતું. રિંડાને ડ્રગ્સ કોણે આપ્યું? આ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી અને તેના વિશે અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ પાકિસ્તાનમાં ( Pakistan ) બેસીને રિંડા સતત ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહ્યો હતો. ( Terrorist )

આ સમાચાર પણ વાંચો:  વર્ષ 2023માં આ લોકો શનિની છાયાથી મુક્ત થશે, કરોડપતિ બનવાના તમામ રસ્તા સ્પષ્ટ થશે….

કોણ છે હરવિંદર રિંડા?

રિંડા પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો સભ્ય હતો. ( Khalistani ) પંજાબ પોલીસ હેડક્વાર્ટર પર આરપીજી હુમલા અને શિવસેના ના એક નેતાની હત્યાના સંદર્ભમાં તેનું નામ સામે આવ્યું હતું. આતંકી રિંડાને પોલીસે ‘એ પ્લસ કેટેગરી’નો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જાહેર કર્યો હતો. દેશના અનેક રાજ્યોની પોલીસ તેને શોધી રહી હતી. 35 વર્ષીય આતંકવાદી રિંડા ગેંગસ્ટર અને પાકિસ્તાની આતંકવાદી જૂથો વચ્ચે કડી તરીકે કામ કરતો હતો. તપાસ એજન્સીઓએ તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો કારણ કે તે મોટા પાયે ડ્રગ્સ અને હથિયારોની સીમા પાર દાણચોરીમાં સામેલ હતો.

રિંડાના મોત બાદ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIએ ડબલ ગેમ રમવાનું શરૂ કરી દીધું છે. ફેસબુક પોસ્ટ દ્વારા, કથિત રીતે દાવો કરી રહ્યું છે કે રિંડા જીવતો છે. અને તેના મૃત્યુના સમાચાર અફવા છે. ભારતીય એજન્સીઓ આની હકીકત જાણવાના પ્રયાસો કરી રહી છે.

બીજા આતંકીઓનો પણ થયો સફાયો.

ISIના આશ્રય હેઠળ રહેલા રિંડાના મોત બાદ રવિવારે સમાચાર આવ્યા કે ગેંગસ્ટર હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી સંખેરાની ઈટાલીમાં હત્યા થઈ ગઈ છે. રિંડાના મોતની જેમ હેપ્પી સંખેરાના મોત પર પણ ભારતીય ગુપ્તચર એજન્સીઓ મૌન છે. હેપ્પીના મોત પર ખાલિસ્તાની આતંકીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. જેઓ સામાન્ય રીતે આવા સમાચારોને નકારવામાં પાછીપાની કરતા નથી.

આ સમાચાર પણ વાંચો:  આખરે ઈ-કોમર્સ પ્રત્યે ભારત સરકાર કડક થઇ. ઈ-કોમર્સ કંપનીઓ માટે BISની નવી ગાઈડલાઈન આવી. પરંતુ શું ગ્રાહકોની મૂંઝવણ બંધ થશે?

આ હત્યામાં લખબીર સિંહ લંડાનું નામ પણ સામે આવી રહ્યું છે. લખબીર સિંહ લંડા પંજાબમાંથી ભાગીને કેનેડામાં છુપાઈ ગયો છે. લખબીર સિંહ ખાલિસ્તાની ( Khalistani ) આતંકવાદી હરવિંદર સિંહ રિંડા ( harwinder rinda ) સાથે આઈએસઆઈના ઈશારે કામ કરતો હતો. લખબીરે દાવો કર્યો હતો કે તેણે ગેંગસ્ટર હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પીની ઈટાલીમાં હત્યા કરાવી છે. લખબીર સિંહ લંડાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે હરપ્રીત સિંહ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને RAW માટે બાતમીદાર તરીકે કામ કરતો હતો, તેથી મેં તેની હત્યા કરાવી દીધી. જણાવી દઈએ કે ભારતીય એજન્સીઓએ હરપ્રીત ઉર્ફે હેપ્પીને પણ વોન્ટેડ જાહેર કર્યો છે.

ત્યારે ત્રીજો મોટો ફટકો ખાલિસ્તાની ( Khalistani ) સમર્થક આતંકી સંગઠનને એ પડ્યો છે કે કુલવિંદરજીત સિંહ ઉર્ફે ખાનપુરિયાને આતંકવાદ સંબંધિત મામલાઓની તપાસ કરતી ભારતની એજન્સી NIAએ દિલ્હી એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. કુલવિંદરજીત સિંહ ઉર્ફે ખાનુપરિયા 2019થી ફરાર હતો. તપાસ એજન્સીઓ તેને ઘણા કેસમાં શોધી રહી હતી. જેમાં પંજાબમાં ટાર્ગેટ કિલિંગનો પણ સમાવેશ થાય છે. તેના પર દિલ્હીના કનોટ પ્લેસમાં બ્લાસ્ટનો પણ આરોપ છે. આ સિવાય તેણે 90ના દાયકામાં કેટલાક રાજ્યોમાં ગ્રેનેડ બ્લાસ્ટ પણ કર્યા છે. NIA કોર્ટે તેને ભાગેડુ જાહેર કરી રાખ્યો છે. NIAએ તેના પર 5 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.

તપાસમાં ખુલાસો થયો છે કે કુલવિંદરજીત ઉર્ફે ખાનપુરિયા ભારતમાં ડેરા સચ્ચા સૌદા સાથે સંકળાયેલી સંસ્થાઓ તેમજ પંજાબમાં પોલીસ અને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવી આતંકવાદી હુમલા કરવાના કાવતરા પાછળનો મુખ્ય કાવતરાખોર અને માસ્ટરમાઇન્ડ છે. આ ઉપરાંત, તે પંજાબ અને સમગ્ર દેશમાં આતંક મચાવવાના હેતુથી ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ, ચંદીગઢના વરિષ્ઠ અધિકારીઓને પણ નિશાન બનાવી રહ્યો હતો. તેણે કેટલાક ટાર્ગેટની જાસૂસી પણ કરી હતી. 

આ સમાચાર પણ વાંચો:  સેના પીઓકે પર કબજો કરવા તૈયાર છે, માત્ર ઓર્ડરની રાહ જોવાઈ રહી છે; લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન

કુલવિંદરજીત સિંહ બેંગકોકથી ભારત કેવી રીતે આવ્યો? શું તે કોઈ મિશન પર આવ્યો હતો? અથવા તેને ફસાવીને અહીં લાવવામાં આવ્યો હતો?

આ અંગે અત્યારે કોઈ કંઈ કહેવા તૈયાર નથી. પરંતુ 72 કલાકમાં ખાલિસ્તાનનો પ્રચાર ચલાવી રહેલા દળોને આ બે આતંકીઓના મોત અને એક પકડાઈ જવાના કારણે મોટો ઝટકો લાગ્યો છે.

Donald Trump: મોદીની નીતિ સફળ: ‘હેકડી’ છોડીને ટ્રમ્પ નો યુ-ટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, PM મોદી માટે આપ્યું મોટું નિવેદન.
Lawrence Bishnoi Gang: કેનેડામાં ફરી ગેંગવોરની દહેશત! લૉરેન્સ બિશ્નોઈ ગેંગે ભારતીય વેપારીની હત્યા કરી, પંજાબી સિંગરના ઘર પર પણ ગોળીબાર.
Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
India-China Border: મોદી-જિનપિંગ મુલાકાતની અસર, સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ફરી વાટાઘાટો શરૂ, શું સંબંધો સુધરશે?
Exit mobile version