Site icon

કોરોનાને કારણે સમૃદ્ધ દેશ કુવૈતની પણ હાલત ખરાબ! આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘મૂડી’એ પ્રથમ વાર કર્યું ડાઉનગ્રેડ રેટિંગ.. જાણો ચોંકાવનારી વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 સપ્ટેમ્બર 2020

કુવૈત, વિશ્વના સૌથી ધનિક દેશોમાનો એક, જે આજકાલ રોકડની કટોકટીનો સામનો કરી રહ્યો છે. રેટિંગ એજન્સી મૂડીઝે લીકવિડ નાણાંની અછત, નબળા શાસન અને સંસ્થાકીય તાકાતનું કારણ આપીને કુવૈતનું રેટિંગ ઘટાડ્યું છે. મૂડીઝે કુવૈતનું પ્રથમ વખત રેટિંગ ઘટાડયું છે.

ગલ્ફ દેશ કુવૈતમાં તેલનો વિશાળ ભંડાર છે પરંતુ તેલની કિંમતમાં ઘટાડાને કારણે તેની અર્થવ્યવસ્થાને ખરાબ અસર પડી છે. કુવૈત આંતરરાષ્ટ્રીય દેવાની તારીખ જારી કરવાની મંજૂરી આપતો કાયદો પસાર કરવા માટે હાલ સંઘર્ષ કરી રહ્યો છે. મુડીએ જણાવ્યું હતું કે ઉપરોક્ત કાયદાની ગેરહાજરીમાં કુવૈત દેવું જારી કરી શકશે નહીં અથવા ફ્યુચર જનરેશન ફંડમાંથી સંપત્તિ ભંડોળ લઈ શકશે નહીં. મજબૂત આર્થિક સ્થિતિ હોવા છતાં દેશમાં રોકડ પ્રવાહીતાનું જોખમ ઉભું થઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય દેવું જાહેર કરવાનો કાયદો કુવૈત પાસે ના હોવાના કારણએ જ મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે કુવૈતનું રેટિંગ એ 1 થી ઘટાડીને એએ 2 કર્યું. કુવૈતે છેલ્લે 2017 માં આંતરરાષ્ટ્રીય બજારમાં દેવું જારી કર્યું હતું, ત્યારે તેના બોન્ડ્સ અબુ ધાબી દ્વારા ઇશ્યૂ પેપરની સમાન હતા. તેલની સંપત્તિને કારણે રોકાણકારોએ કુવૈતની આર્થિક સંપત્તિમાં વિશ્વાસ દર્શાવ્યો હતો. પરંતુ 140 અબજ ડૉલરની અર્થવ્યવસ્થા હવે 46 અબજ ડોલરની ખાધ પર આવી ને અટકી છે.

Donald Trump Mediation: હિંદુ મંદિર વિવાદ બન્યો યુદ્ધનું કારણ: ટ્રમ્પના પ્રયાસો છતાં હવાઈ હુમલાને કારણે બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ
Imran Khan PTI: પાકિસ્તાનની રાજનીતિમાં મોટો ટ્વિસ્ટ: વિપક્ષી નેતાઓ એકજૂથ થતાં ઇમરાન ખાન હવે ક્યારેય સૂરજ નહીં જોઈ શકે!
Zelensky: પુતિન ગયા, દિલ્હીમાં હવે ઝેલેન્સ્કીનો વારો? કૂટનીતિના મોરચે ભારતની સંતુલિત ચાલ વૈશ્વિક સ્તરે ચર્ચામાં
Putin Dinner: પુતિને ભારતીય ડિનરમાં શું ખાધું? ઝોલ મોમો અને દાળ તડકા સહિત જુઓ રાત્રિભોજન પાર્ટીનું પૂરું મેનૂ
Exit mobile version