ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 ફેબ્રુઆરી 2021
અમીરોની લગભગ બધી વાતો પૈસાથી મપાતી હોય છે. કંઈક આવું જ અમેરિકાની પોપ સિંગર લેડી ગાગા સાથે થયું છે. લેડી ગાગાના બે કુતરાઓ ખોવાઈ ગયા હતા.આ કુતરાઓ જે વ્યક્તિ શોધી આપે તેને ચાર કરોડ રૂપિયાનું ઇનામ આપવા સંદર્ભે ની ઘોષણા થઈ હતી.
હવે આ કુતરાઓ મળી ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ એક મહિલા ઓલિમ્પિક કમ્યુનિટી પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી જ્યાં તેણે આ કુતરાઓ પોલીસને આપ્યા હતા.
નીરવ મોદી ના પ્રત્યાર્પણ પર એક ગુજરાતી મહિલા કરશે ફેંસલો….
પોલીસ હવે એ વાત શોધી રહી છે કે આ કુતરાઓ મહિલા પાસે ક્યાંથી આવ્યા? તેમજ કુતરાઓ કોણે ચોર્યા હતા.