ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 નવેમ્બર 2020
પ્રમુખપદની ચૂંટણીમાં પરાજિત થવા છતાં હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પરાજય સ્વીકારવા તૈયાર નથી. કારણ એ છે કે એકવાર વ્હાઇટ હાઉસ છોડે પછી એમને જેલમાં જવું પડી શકે એમ છે. એક રિપોર્ટ મુજબ એમણે પોતાના શાસન દરમિયાન જે ગરબડ ગોટાળા કર્યા હતા એની તપાસ બીડેન કરાવે તો ટ્રમ્પે જેલમાં જવું પડે એમ છે. અમેરિકા ના સંવિધાન મુજબ પ્રમુખપદે હોય ત્યાં સુધી એમની સામે કોઇ ક્રીમીનલ કાર્યવાહી કરી શકાય નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પ પર તેઓ રાષ્ટ્રપતિ રહ્યાં ત્યારે ગંભીર આક્ષેપ થયા છે. ટીમ બાઈડેન ટ્રમ્પના પરિવાર અને તેમના નજીકના લોકોને કાનૂની કાર્યવાહી અંદર લાવવાની તૈયારી કરી લીધી છે. ટ્રમ્પ જેલ જઈ શકે છે એવું મિશિગનના એટર્ની જનરલ ડેના નેસેલે કહ્યું છે.
ડેના નેસેલના જણાવ્યાં મુજબ અમે ક્યારેય એવી પરંપરા સ્થાપિત કરવા નથી માંગતા કે જેમાં ગુનેગાર છૂટી જાય. ટ્રમ્પ વિરુદ્ધ કરચોરી, રાષ્ટ્રપતિ પદનો પોતાના બિઝનેસ માટે દુરુપયોગ, મહિલાઓ સાથે દુર્વ્યવહાર, ચીનમાં પોતાના બેન્ક એકાઉન્ટ છૂપાવવાનો આરોપ છે. આ કોઈ રાજકીય ભૂલ નથી પણ સમજી વિચારીને આચરાયેલો ગુનો છે. આ માટે રાજકીય બદલો કેહવું ખોટું હશે.
સામાન્ય નાગરિક બન્યા પછી ટ્રમ્પ પર, કુલ 5 કેસ શરૂ થઈ શકે છે
1. ન્યૂયોર્કમાં ટ્રમ્પ પર રાષ્ટ્રપતિ બનવા અગાઉથી જ તેમના પર યૌન શોષણ નો કેસ ચાલી રહ્યો છે.
2. બાઈડેન વહીવટીતંત્રના નવા એટર્ની જનરલ ટ્રમ્પ વિરુદ્ધ કરચોરીની તપાસ શરૂ કરી શકે છે.
3. એલે મેગેઝિનની લેખિકા રહેલી જિયાન કેરલે ટ્રમ્પ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. હાલમાં આ મામલામાં તેમને ઇમ્યુનિટી મળી છે.
4. ટ્રમ્પના ટીવી શો એપરેંટિસમાં ભાગ લેનાર સમર જેવોસે તેમના પર જબરજસ્તી કરવાનો આરોપ મૂક્યો છે.
5. ટ્રમ્પ પર આક્ષેપ છે કે તેમને પોતાની કંપનીના ખાતામાં બતાવેલા 5.6 કરોડ રૂપિયા કન્સન્ટન્સીના નામે ખર્ચ કર્યા પરંતુ તેમની જ બીજી કંપનીમાંથી આ રકમ તેમની પુત્રી ઇવાન્કાને આપી જે ઠગાઈની શ્રેણીમાં આવે છે.
