Site icon News Continuous Bureau | Mumbai

TTP: પાકિસ્તાન સેના પર બોર્ડર પાસે મોટો હુમલો, કર્નલ-મેજર સહિત આટલા જવાનોના મોત, TTP એ લીધી હુમલાની જવાબદારી

પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આ હુમલામાં 11 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે.

TTP પાકિસ્તાન સેના પર બોર્ડર પાસે મોટો હુમલો, કર્નલ-મેજર સહિત આટલા જવાનોના મોત,

TTP પાકિસ્તાન સેના પર બોર્ડર પાસે મોટો હુમલો, કર્નલ-મેજર સહિત આટલા જવાનોના મોત,

News Continuous Bureau | Mumbai 

પાકિસ્તાની સેના પર મોટો હુમલો થયો. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના આ હુમલામાં પાકિસ્તાનના 11 સૈનિકો માર્યા ગયા. વળી, ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા સૈનિકોમાં 2 અધિકારી પણ સામેલ છે. એક ન્યૂઝ એજન્સી મુજબ, પાકિસ્તાન સેના TTP વિરુદ્ધ અફઘાનિસ્તાન બોર્ડર પર ઓપરેશન ચલાવી રહી હતી. આ દરમિયાન અથડામણ થઈ હતી. પાકિસ્તાની સેના સાથેની અથડામણમાં TTP ના 19 લડાકૂ પણ માર્યા ગયા છે. મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક મહિનામાં TTP એ પાક સુરક્ષા દળો પરના હુમલાઓ ઘણા તેજ કરી દીધા છે.

Join Our WhatsApp Channel

TTP એ ઘાત લગાવીને હુમલો કર્યો

TTP ના લડાકૂઓએ ઘાત લગાવીને હુમલો કર્યો. ઉત્તર-પશ્ચિમી કુર્રમ જિલ્લામાં પહેલા રસ્તા કિનારે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા, ત્યારબાદ ગોળીબાર શરૂ કરી દેવાયો. પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં કહ્યું કે આ અભિયાન દરમિયાન આતંકીઓને પણ ઠાર કરવામાં આવ્યા. પાકિસ્તાની તાલિબાનના હુમલામાં લેફ્ટનન્ટ કર્નલ અને મેજર રેન્કના બે અધિકારીઓ પણ માર્યા ગયા. લેફ્ટનન્ટ કર્નલ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેમની સાથે મેજર પણ ઓપરેશનનો ભાગ હતા. 

પાકિસ્તાની નેતાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

પાકિસ્તાની નેતા બિલાલ આફ્રિદીએ માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકો માટે X પર પોસ્ટ પણ શેર કરી છે. તેમણે લખ્યું, ‘લેફ્ટનન્ટ કર્નલ જુનૈદ આરિફ (39) અને મેજર તૈયબ રહત (33) એ નવ બહાદુર સૈનિકો સાથે શહાદત હાંસલ કરી.’

આ સમાચાર પણ વાંચો : Atal Pension Yojana: અટલ પેન્શન યોજનાનો નિયમ બદલાયો શરૂ કરતા પહેલા જાણી લો, નહીંતર થશે પરેશાની

TTP એ હુમલાની જવાબદારી લીધી

આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન (TTP) એ લીધી છે. સંગઠને દાવો કર્યો કે તેના લડાકૂઓએ કાફલા પર હુમલો કર્યો હતો. આ સંગઠન પાકિસ્તાન સરકારને ઉથલાવીને પોતાનું સખત ઇસ્લામી શાસન સ્થાપિત કરવા માંગે છે. વળી, પાકિસ્તાનનું કહેવું છે કે આ આતંકીઓ અફઘાનિસ્તાનમાં તાલીમ લઈને પાકિસ્તાન પર હુમલા કરે છે, જોકે કાબુલ આ વાતનો વારંવાર ઈનકાર કરે છે.

Indian Origin Nithya Raman Elected Los Angeles Mayor ભારતીય મૂળની નિત્યા રમન લોસ એન્જલસના મેયર તરીકે ચૂંટાયાં વર્તમાન મેયર કારેન બાસને હરાવી રચ્યો ઈતિહાસ
Crude Oil Price Fall Below 94 ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો કડાકો અમેરિકી ચૂંટણી પરિણામો બાદ તેલ ૯% તૂટીને $૯૪ ની નીચે સરક્યું, વધુ ઘટાડાના એંધાણ
Strait of Hormuz security શું હવે દક્ષિણ કોરિયા ઈરાન સામે બાખડશે? દરિયાઈ પેટ્રોલિંગ વિમાન અને બૉમ્બ સ્કવૉડ તૈનાત કરવાની જાહેરાત!
US Bans 9 Indian Companies Over Iran Ties મિડટર્મ ચૂંટણીમાં ઝટકા બાદ ટ્રમ્પ પ્રશાસનનો આક્રોશ તુર્કી અને ભારતની સંસ્થાઓ સામે ‘ઇકોનોમિક આઇસોલેશન’ અભિયાન હેઠળ એક્શન
Exit mobile version