News Continuous Bureau | Mumbai
માલદીવમાં ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને કોઈ પણ પ્રકારના કેમ્પેઇન ચલાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
માલદીવના રાષ્ટ્રપતિએ એક વિશેષ આદેશ જારી કરીને માલદીવમાં ભારત વિરુદ્ધ કોઈપણ પ્રકારના અભિયાન પર પ્રતિબંધ મૂક્યો છે.
આદેશ જારી કરવાનો હેતુ માલદીવમાં છેલ્લા ઘણા મહિનાઓથી ભડકાઉ સૂત્રોચ્ચાર, ઝુંબેશ અને વિરોધ પ્રદર્શનો અને ભારત વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેને રોકવાનો છે.
ઉલ્લેખનીય છે કે માલદીવમાં છેલ્લા ઘણા મહિનાઓથી 'ઈન્ડિયા આઉટ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને લઈને રાષ્ટ્રપતિએ આદેશ જારી કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : ભાગેડુ આર્થિક ગૂનેગારોને ભારતને પરત સોંપવા અંગે બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનનું મોટું નિવેદન. વિજય માલ્યા અને નીરવ મોદી વિશે કહી આ વાત