Site icon

Maldives: ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવમાં આવ્યો રાજકીય ભૂકંપ…દેશના રાષ્ટ્રપતિની ખુરશી આવી ખતરામાં.. જાણો વિગતે..

Maldives: ભારતના તાકાતની અવગણના કરવી માલદીવ દેશને મોંઘુ પડી રહ્યું છે, કારણ કે માલદીવમાં સરકાર પડવાનો ભય છવાયો છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ તેમનું પદ ગુમાવે તેવી શક્યતાઓ છે.

Maldives Political earthquake in Maldives amid tensions with India... President's chair in danger.. Know details..

Maldives Political earthquake in Maldives amid tensions with India... President's chair in danger.. Know details..

News Continuous Bureau | Mumbai

Maldives: માલદીવના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. ભારતના તાકાતની અવગણના કરવી માલદીવ દેશને મોંઘુ પડી રહ્યું છે, કારણ કે માલદીવમાં સરકાર પડવાનો ભય છવાયો છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ( Mohamed Muizzu ) તેમની ખુરશી ખતરામાં આવી શકે, તેવી શક્યતાઓ છે. કારણ કે તેમને રાષ્ટ્રપતિ પદ (  Presidency ) પરથી હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. વિપક્ષે ( opposition ) રાષ્ટ્રપતિ સામે કડક કાર્યવાહીની માંગ સાથે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ ( No confidence motion ) લાવવાની તૈયારી કરી લીધી છે. વિપક્ષી નેતા અલી અઝીમે ( ali azim ) આરોપ લગાવ્યો કે રાષ્ટ્રપતિ મુઈઝુએ ભારતના વડાપ્રધાન ( Indian PM ) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જ્યારે વિવાદ થયો ત્યારે રાષ્ટ્રપતિએ પોતાના દેશની ઈજ્જત ન બચાવી શક્યા. વિવાદ પણ યોગ્ય રીતે ઉકેલાયો ન હતો. તેઓ તેમની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેથી તેમને દૂર કરવા જોઈએ.

Join Our WhatsApp Community

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને હટાવવાની પહેલ સંસદીય લઘુમતી નેતા અલી અઝીમ દ્વારા કરવામાં આવી છે. તેમણે માલદીવના નેતાઓને મુઈઝુને ખુરશી પરથી હટાવવામાં મદદ કરવા વિનંતી કરી છે. અલી અઝીમે કહ્યું છે કે અમારી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી ( MDP ) માલદીવની વિદેશ નીતિમાં સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે કોઈપણ પડોશી દેશને અમારી વિદેશ નીતિથી અલગ નહીં થવા દઈએ. તેમણે તેમની પાર્ટીના ટોચના નેતાઓને પૂછ્યું છે કે શું તેઓ રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા તૈયાર છે.

એક અહેવાલ મુજબ, ભારત સાથે ચાલી રહેલો વિવાદ માલદીવ પર ભારે પડી રહ્યું છે. મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓના બુકિંગ કેન્સલ અને ટ્રાવેલ કંપનીઓના વિરોધ બાદ હવે માલદીવના પ્રવાસન સંઘે પણ પોતાના મંત્રીઓના નિવેદનોની ટીકા કરી છે. માલદીવ એસોસિએશન ઓફ ટુરીઝમ ઈન્ડસ્ટ્રી (MATI) એ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તે ભારતીય વડાપ્રધાન અને ભારતના લોકો વિરુદ્ધ તેના મંત્રીઓની ટિપ્પણીની નિંદા કરે છે.

આ સમાચાર પણ વાંચો : Bullet Train Project: દેશની પ્રથમ બુલેટ ટ્રેનને લઈને આવ્યું મોટું અપડેટ.. 100% જમીન સંપાદન પૂર્ણ. હવે મળશે કામને ગતિ.. જાણો અત્યાર સુધી કેટલે પહોંચ્યું કામ..

માલદીવ માટે ભારત ટોચના બજારોમાંનું એક છે.

અહેવાલ મુજબ, માલદીવ ટૂરિઝમ એસોસિએશને કહ્યું હતું કે, ‘ભારત અમારો નજીકનો પાડોશી અને સાથી છે. ઈતિહાસમાં જ્યારે પણ આપણો દેશ કટોકટીથી ઘેરાયેલો રહ્યો છે. ત્યારે પ્રથમ પ્રતિક્રિયા ભારત તરફથી જ આવી છે. સરકારની સાથે સાથે અમે ભારતના લોકોના પણ આભારી છીએ કે તેઓએ અમારી સાથે આવા ગાઢ સંબંધો બાંધી રાખ્યા છે. માલદીવના પ્રવાસન ક્ષેત્રમાં ભારત પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આનાથી આપણા પ્રવાસન ક્ષેત્રને કોવિડ-19 પછી પુનઃપ્રાપ્તિમાં ઘણી મદદ મળી છે. માલદીવ માટે ભારત ટોચના બજારોમાંનું એક છે.

નોંધનીય છે કે, આ આખો મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ શરૂ થયો હતો. લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ પીએમ મોદીએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેણે ભારતીયોને પણ આ ટાપુની મુલાકાત લેવાની યોજના બનાવવાની અપીલ કરી હતી. આ પછી માલદીવની યુવા સશક્તિકરણની ઉપમંત્રી મરિયમ શિયુનાએ પીએમ મોદીની પોસ્ટ પર વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. જો કે ટ્વીટની ટીકા થયા બાદ તેણે તેને ડીલીટ પણ કરી દીધું હતું. જો કે, બાદમાં મરિયમ શિયુના સહિત ત્રણ મંત્રીઓને માલદીવ સરકારે સસ્પેન્ડ કરી દીધા હતા. તમને જણાવી દઈએ કે મોહમ્મદ મુઈઝૂ હાલમાં માલદીવમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યા છે.

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
Exit mobile version