Site icon News Continuous Bureau | Mumbai

Man attempts suicide at Makkah: ઈદ અલ- ફિત્ર પૂર્વે મક્કામાં ‘મસ્જિદ-એ-હરમ’ના ઉપરના માળેથી વ્યક્તિએ છલાંગ લગાવી.

Man attempts suicide at Makkah: આ ઘટના બન્યા બાદ ગ્રાન્ડ મસ્જિદની સુરક્ષા માટે બનાવવામાં આવેલી વિશેષ ટીમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જોકે, સુરક્ષા ટીમે હજી કૂદી પડનાર વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. આ ઘટના વિશે વધુ વિગતો આપ્યા વિના, મસ્જિદ સત્તાવાળાએ નિવેદન આપતા કહ્યું હતું કે , "જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે."

Man attempts suicide at Makkah A person jumped from the top floor of 'Masjid-e-Haram' in Makkah before Eid al-Fitr..

Man attempts suicide at Makkah A person jumped from the top floor of 'Masjid-e-Haram' in Makkah before Eid al-Fitr..

 News Continuous Bureau | Mumbai 

Man attempts suicide at Makkah: મક્કાની મસ્જિદ-એ-હરમમાંથી ( Masjid-e-Haram ) એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ખલીજ ટાઈમ્સ અનુસાર, એક વ્યક્તિએ મસ્જિદ-એ-હરમના ઉપરના માળેથી નીચે કુદી પડ્યો હતો અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

Join Our WhatsApp Channel

આ ઘટના બન્યા બાદ ગ્રાન્ડ મસ્જિદની સુરક્ષા માટે બનાવવામાં આવેલી વિશેષ ટીમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. જોકે, સુરક્ષા ટીમે હજી કૂદી પડનાર વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. આ ઘટના વિશે વધુ વિગતો આપ્યા વિના, મસ્જિદ સત્તાવાળાએ નિવેદન આપતા કહ્યું હતું કે , “જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે.”

 અગાઉ પણ આવી ઘટનાઓ બની છે..

ખલીજ ટાઈમ્સ અનુસાર, અગાઉ 2017 માં, સાઉદી અરેબિયાના ( Saudi Arabia ) એક રહેવાસીએ કાબા મસ્જિદની મધ્યમાં સ્થિત સ્ક્વેર સ્ટોન બિલ્ડિંગની સામે પોતાને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન સુરક્ષા દળોએ સાઉદીના રહેવાસીનો જીવ બચાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Britain: દેશમાં બ્રિટેનથી આવનાર દર્દીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો, આ વર્ષે 10 ગણા વધુ બ્રિટીશ દર્દીઓ સારવાર માટે ભારતમાં આવ્યા

તેમજ આ ઘટનાઓ સિવાય અગાઉ પણ, વર્ષ 2018માં આત્મહત્યા સંબંધિત ત્રણ અલગ-અલગ ઘટનાઓ બની હતી. જેમાં જૂનની શરૂઆતમાં, એક ફ્રેન્ચ વ્યક્તિએ મસ્જિદની છત પરથી કૂદીને આત્મહત્યા કરી. એક અઠવાડિયાથી વધુ સમય પછી, એક બાંગ્લાદેશી વ્યક્તિએ આ જ રીતે આત્મહત્યા કરી. તો વર્ષ 2018માં જ ઓગસ્ટ મહિનામાં એક આરબ રહેવાસીએ ગ્રાન્ડ મસ્જિદમાંથી ( Grand Mosque ) કૂદીને આત્મહત્યા કરી હતી.

હવે મસ્જિદમાંથી ( Makkah ) કૂદવાનો નવો મામલો સામે આવ્યો છે, જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કૂદનાર વ્યક્તિની શું હાલત છે? વ્યક્તિએ મસ્જિદના ઉપરના માળેથી છલાંગ લગાવી છે, તેથી તેની હાલત ગંભીર હોઈ શકે છે.

US Iran Doha Talks હોર્મુઝની સામુદ્રધુની ખોલવા ઇરાન તૈયાર દોહા વાટાઘાટોમાં અમેરિકા સમક્ષ ડ્રાફ્ટ ડીલ રજૂ, નૌકાબંધી હટાવવાની મૂકી કડક શરત
UK Visa Rules For Refugees ભારત અને પાકિસ્તાનના શરણાર્થીઓ માટે બ્રિટનના દરવાજા ખુલ્યા નવા વિઝા નિયમો હેઠળ આશ્રય નીતિમાં મોટો ફેરફાર, જાણો વિગતો
Nuclear Reactors On Moon ચંદ્ર પર કોણ બનાવશે પહેલો ન્યુક્લિયર પ્લાન્ટ? પૃથ્વી પછી ચંદ્રના સાઉથ પોલ પર સુપરપાવર્સ વચ્ચે શરૂ થઈ નવી કોલ્ડ વોર; જાણો સંપૂર્ણ વિગત
AI Boom Powers Taiwan Economy AIનો ચમત્કાર તાઈવાન બન્યો દુનિયાનો સૌથી ઝડપથી વિકસતો દેશ, જીડીપી વૃદ્ધિમાં ભારતને પણ છોડ્યું પાછળ
Exit mobile version