Site icon News Continuous Bureau | Mumbai

ઓહ માય ગોડ – ઇઝરાયલમાં એક માણસનું મગજ અમીબા બેક્ટેરિયા ખાઈ ગયું- મોત થયું

News Continuous Bureau | Mumbai

તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વાયરસ(Virus) અથવા એવો જીવ કે જેને તમે તમારી આંખોથી જાેઈ શકતા નથી તે તમારા મગજને ખાઈ શકે છે. અમીબા(Amoeba) મગજને ખાવાથી(Eating the brain) વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે? તો તમને જણાવી દઈએ કે, અમીબાના મગજને ખાવાથી એક વ્યક્તિના મોતનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

Join Our WhatsApp Channel

ઈઝરાયેલમાં(Israel) એક અજીબ ઘટના સામે આવી છે, જેમાં એક અમીબા દ્વારા મગજ ખાઈ જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ઇઝરાયેલના આરોગ્ય મંત્રાલયે(Health Ministry) પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, ઉત્તર ઇઝરાયેલમાં(Northern Israel) ૩૬ વર્ષીય એક વ્યક્તિનું મગજ અમીબા ખાઈ જતા મૃત્યુ થયું છે. મંત્રાલયને ટાંકીને પોતાના અહેવાલમાં જણાવ્યુ કે, આ વ્યક્તિને કોઈ અંતર્ગત રોગ ન હતો, તેનું મૃત્યુ નેગલેરિયાસિસથી(Naegleriasis) થયું હતું, જેને પ્રાથમિક એમેબિક મેનિન્ગોએન્સફાલીટીસ(Primary amebic meningoencephalitis) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે મગજનો દુર્લભ અને વિનાશક ચેપ છે. આ પ્રકારના જીવલેણ અમીબા તાજા પાણી, ખાબોચિયા અને અન્ય સ્થિર જળ સ્ત્રોતોમાં જોવા મળે છે. અમીબાના મગજ ખાવાથી મૃત્યુના સંભવિત જાેખમોની તપાસ કરવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : આ સુંદરીએ યુએસમાં મિસ ઈન્ડિયા યુએસએ નો ખિતાબ જીત્યો- જુઓ ફોટોગ્રાફ

દુર્લભ કેસનું નિદાન તિબેરિયાસના(Tiberias) પોરિયા મેડિકલ સેન્ટરમાં(Poria Medical Centre) થયું હતું, જે ગેલીલના સમુદ્રની નજીક આવેલા ઉત્તરપૂર્વીય રિસોર્ટ ટાઉન છે, જેની મંત્રાલયની કેન્દ્રીય પ્રયોગશાળાને જાણ કરવામાં આવી હતી. કેસની દુર્લભતા જાેતા નિદાનની પુષ્ટિ કરવા માટે ક્લિનિકલ નમૂનો યુએસ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને મોકલવામાં આવ્યો હતો. PAM ચેપ પ્રારંભિક તબક્કામાં નાક દ્વારા થાય છે, લક્ષણોમાં ગંભીર માથાનો દુખાવો, તાવ અને ઉલટીનો સમાવેશ થઈ શકે છે. જેમ જેમ ચેપ આગળ વધે છે તેમ લક્ષણો એક્સપોઝરના એકથી નવ દિવસ પછી દેખાય છે, તે ગરદન, આંચકી અથવા મતિભ્રમ થઈ શકે છે.

 

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version