News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા(social media)ના માધ્યમથી દેશ અને દુનિયામાં છુપાયેલી પ્રતિભાઓ અને ટેલેન્ટ અવારનવાર જોવા મળે છે. કેટલાક અદભુત અભિનય(acting) કરે છે અને કેટલાક અદભુત ગાયન(Singing). કોઈના હાથમાં પ્રતિભા છે તો કોઈના અવાજમાં. પાડોશી દેશ પાકિસ્તાન(Pakistani)ની સડકો પર જોકર બની ગયેલા એક વ્યક્તિએ પોતાના અવાજથી બધાને ચાહક બનાવી દીધા છે. આ વ્યક્તિના ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયો પાકિસ્તાનના કરાચી(Pakistan Karachi)માં રહેતા એક છોકરાનો છે, જે જોકર બનીને લોકોને હસાવવાની સાથે સાથે એક મહાન ગાયક(singer) પણ છે. પાકિસ્તાનના યુટ્યુબર અહેમદ ખાન(youtuber Ahmad Khan) સાથેની વાતચીતમાં, આ વ્યક્તિએ ૨૦૧૨ની હિન્દી ફિલ્મ અગ્નિપથમાં સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત સંભળાવ્યું, જેને સાંભળીને બધા તેની તરફ ખેંચાઈ ગયા. જ્યારે યુટ્યુબર અહેમદ ખાને જોકર બની ગયેલા આ વ્યક્તિ સાથે વાત કરી તો તેણે કહ્યું કે તે બાળકોને હસાવવાનું કામ કરે છે, ચોરી અને લૂંટ કોઈ કરતું નથી. પણ જ્યારે આ છોકરાને પૂછવામાં આવ્યું કે તે હસવા સિવાય બીજું શું કામ કરે છે તો તેણે કહ્યું કે હું પણ ગાઉં છું.
આ સમાચાર પણ વાંચો : લો બોલો! ઉત્તર કોરિયામાં ટાઈટ પેન્ટ પહેરવા પર પ્રતિબંધ, કારણ જાણીને લાગશે નવાઈ…
પછી આ વ્યક્તિ એક પછી એક ૩ ગીતો ગાતો ગયો, પછી રસ્તા પર ચાલતા ઘણા લોકો તેની તરફ આવ્યા. સૌથી પહેલા આ વ્યક્તિએ અગ્નિપથ ફિલ્મનું ગીત 'અભી મુઝ મેં કહીં' ગાયું હતું. આ પછી રાહત ફતેહ અલી ખાનનું ગીત 'વો ખામોશીયા' અને 'ઝૂરી થા' ગાયું હતું. પાકિસ્તાનનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળી ચૂક્યા છે. ઘણા યુઝર્સે આ વ્યક્તિની સિંગિંગ ટેલેન્ટના વખાણ કરતી કોમેન્ટ કરી છે.
