Site icon

એક વ્યક્તિ 3 મહિના સુધી અમેરિકાના એરપોર્ટમાં છુપાયો. પણ શા માટે?? કારણ જાણીને તમે પણ ચોંકી જશો. 

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

20 જાન્યુઆરી 2021

વિશ્વભરમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત છે. આ વાયરસથી અમેરિકા જેવા શક્તિશાળી દેશ પર વિનાશ સર્જાયો હતો. ગયા વર્ષે લોકોને આ વાયરસથી બચાવવા માટે ભારત, અમેરિકા અને બ્રિટન સહિતના તમામ મોટા દેશોએ લોકડાઉનની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં ઘણા લોકો બીજા દેશોમાં ફસાઈ ગયા હતા. હવે આવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

ભારતીય મૂળના વ્યક્તિએ યુ.એસ.ના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લગભગ ત્રણ મહિના વિતાવ્યા. હવે આ તેની ધરપકડ કરવામાં આવી છે. 36 વર્ષનો આ શખ્સ કેલિફોર્નિયાના લોસ એન્જલસના પરામાં રહે છે. તેનું છુપાવવાનું કારણ સાંભળીને પોલીસ અને એરપોર્ટ અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે આમ કોરોના વાયરસ રોગચાળાના ભયને કારણે કર્યું છે.  

હકીકતમાં, જ્યારે એરલાઇન્સના એક કર્મચારીએ  તેની ઓળખ જાહેર કરવા કહ્યું ત્યારે તેની ચોરી પકડાઇ હતી. તેણે તેની ઓળખ માટે નકલી બેજ બતાવ્યો. જ્યારે કર્મચારીઓએ આ બેજ જોયો ત્યારે તેઓ ચોંકી ગયા, કારણ કે આ બેજ ઓપરેશન મેનેજરનો છે, જે ગત ઓક્ટોબરમાં ખોવાઈ ગયો હતો અને આ અંગે માહિતી સંબંધિત વિભાગને પણ આપવામાં આવી હતી. 

હવાઇમથકોની દેખરેખ રાખતા શિકાગો ઉડ્ડયન વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે, હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે ત્યારે અમે એ જાણી શક્યા છીએ કે આ માણસથી ઍરપોર્ટને કે પ્રવાસ ખેડી રહેલા પૅસેન્જરોને કોઈ જોખમ નહોતું. આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે  આ શખ્સ ગત ૧૯ ઑક્ટોબરે લૉસ ઍન્જલસથી ઓહારે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચ્યો હતો. ત્યારથી તે મહામારી વચ્ચે હવાઈ મુસાફરી ટાળવા માટે ઍરપોર્ટના એક સલામત ભાગમાં રહેતો હતો. તે ૧૬ જાન્યુઆરી સુધી સલામત ઝોનમાં રહ્યો હતો ત્યાર બાદ ઍરલાઇન્સના બે કર્મચારીઓની નજરે ચડ્યો હતો. હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર એરપોર્ટ પર ગેરકાયદેસર રોકાણો, ચોરી અને ગેરવર્તનનો પણ આરોપ મૂકાયો છે.

Bangladesh idols: બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂર્તિઓની તોડફોડનું સત્ર યથાવત; ત્રણ મંડપોમાં મૂર્તિઓનું ખંડન, આટલા મંડપો અસુરક્ષિત
China Internet Censorship: ચીનનું ‘નકારાત્મક ભાવનાઓ’ સામે અભિયાન શરૂ; સાયબરસ્પેસ પ્રશાસન દ્વારા આટલા મહિના માટે ‘ખરાબ વાઇબ્સ’ પર કડક કાર્યવાહી
Donald Trump Narcissism: શું ડોનાલ્ડ ટ્રમ્પ ‘આત્મમુગ્ધતા’ ના શિકાર છે? જાણો નિષ્ણાતોનું શું છે કહેવું
Shahbaz Sharif United Nations: સંયુક્ત રાષ્ટ્ર માં ભારતે પાકને બરાબરનું ધોઈ નાખ્યું, પેટલ ગહલોતે આ વાક્ય નો ઉપયોગ કરી આતંકવાદ પરના દંભને ખુલ્લો પાડ્યો
Exit mobile version