Site icon

India Pakistan Saudi Agreement: પાકિસ્તાન-સાઉદી અરબના રક્ષા કરાર પર આવ્યું ભારતીય વિદેશ મંત્રાલયનું નિવેદન, જાણો તેમને શું કહ્યું

સાઉદી અરબની રાજધાની રિયાધના યમામા પેલેસમાં પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફ અને સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાને રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા. ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન આપી કહ્યું કે તેઓ પહેલાથી જ આ કરારથી વાકેફ હતા.

India-Pakistan-Saudi-Agreement-પાકિસ્તાન-સાઉદી-અરબના

India-Pakistan-Saudi-Agreement-પાકિસ્તાન-સાઉદી-અરબના

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા રક્ષા કરાર પર ભારત તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, તેમને પહેલાથી આ કરાર વિશે જાણ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે સરકાર દેશની દરેક ક્ષેત્રમાં સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા રક્ષા કરાર હેઠળ એક દેશ પર હુમલો બીજા દેશ પર પણ હુમલો માનવામાં આવશે.

Join Our WhatsApp Community

વિદેશ મંત્રાલયે કહ્યું- સરકાર રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે સમર્પિત

India Pakistan Saudi Agreement મીડિયા દ્વારા પાકિસ્તાન-સાઉદી અરબના રક્ષા કરારને લઈને જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયને પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “અમે પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા વ્યૂહાત્મક રક્ષા કરારના અહેવાલો જોયા છે. જ્યારે આ કરારને લઈને બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી હતી, ત્યારે સરકારને તે સમયથી જ તેના વિશે જાણ હતી. અમે આ કરારની અમારી સુરક્ષા, ક્ષેત્રીય અને વૈશ્વિક સ્થિરતા પર પડનારી અસરોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ભારત સરકાર તમામ ક્ષેત્રોમાં ભારતના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે સમર્પિત છે.”

સાઉદી અરબની રાજધાની રિયાધમાં કરાર પર હસ્તાક્ષર

સાઉદી અરબની રાજધાની રિયાધના યમામા પેલેસમાં થયેલી બેઠકમાં પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફ અને સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાને રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર પણ હાજર રહ્યા. આ કરાર હેઠળ એક દેશ પર હુમલો બીજા દેશ પર પણ હુમલો માનવામાં આવશે. આ જ કારણ છે કે તેને નાટો જેવો કરાર કહેવામાં આવી રહ્યો છે. કરાર હેઠળ પરમાણુ હથિયારોના ઉપયોગની પણ જોગવાઈ છે. તાજેતરમાં ઈઝરાયેલના કતાર પર હુમલા બાદ કતારની રાજધાની દોહામાં મુસ્લિમ દેશોની બેઠક થઈ હતી, જેમાં પાકિસ્તાન પણ સામેલ થયું હતું. આ બેઠકમાં પાકિસ્તાને નાટો જેવું સંગઠન બનાવવાનો પણ સૂચન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Disha Patani Firing: દિશા પટનીના ઘરે ફાયરિંગ ના કેસ માં મુખ્ય શૂટર ઠાર, હવે આટલા બદમાશો ની ચાલી રહી છે શોધખોળ

સંયુક્ત નિવેદનમાં શું કહેવાયું?

હસ્તાક્ષર સમારોહ બાદ જાહેર થયેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “લગભગ આઠ દાયકાથી ચાલી રહેલી ભાગીદારીને આગળ ધપાવતા અને ભાઈચારો, ઇસ્લામિક એકતા અને સહિયારા વ્યૂહાત્મક હિતોના સંબંધો પર આધારિત બંને પક્ષોએ વ્યૂહાત્મક પારસ્પરિક રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા.”

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version