ભાગેડુ મેહુલ ચોક્સીની જામીન અરજી પર ડોમિનિકા હાઈકોર્ટે સુનાવણી 11 જૂન સુધી સ્થગિત કરી દીધી છે.
હાલ મેહુલ ચોક્સી હોસ્પિટલમાં દાખલ છે અને 10 જૂને તેની તબિયતની સમીક્ષા માટે ચીફ મેજિસ્ટ્રેટ કૈન્ડિયા કૈરત જ્યોર્જ સમક્ષ હાજર થશે.
ઉલ્લેખનીય છે કે મેજીસ્ટ્રેટ જામીન અરજી નામંજૂર કર્યા બાદ ચોક્સીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ગત સુનાવણીમાં ભાગેડુ ચોક્સીએ મેજિસ્ટ્રેટને કહ્યું હતું કે તેનું પાડોશી દેશ એન્ટિગા અને બર્મુડાથી અપહરણ કરી લેવામાં આવ્યું હતુ અને બળજબરીપૂર્વક ડોમિનિકા લાવવામાં આવ્યો હતો.
રસીકરણની ઝડપમાં ભારતે અમેરિકાને છોડ્યું પાછળ ; અત્યાર સુધીમાં 23 કરોડથી વધુ લોકોનું કર્યું રસીકરણ
