ડોમિનિકામાંથી ધરપકડ કરાયેલા ભાગેડુ હીરાના બિઝનેસમૅન મેહુલ ચોક્સીએ બચવા માટે કાયદાનો સહારો લીધો છે.
મીડિયા રિપૉર્ટ્સ અનુસાર ચોકસીની લીગલ ટીમે ડોમિનિકામાં હેબિયેસ કોર્પસ (બંદી પ્રત્યક્ષીકરણ)ની અરજી દાખલ કરી છે.
અરજીમાં હીરાના વેપારીના વકીલે ટૉર્ચર કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવ્યા છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યુ છે કે ચોકસીને એન્ટીગુઆ અને બારબુડાથી તેની ઇચ્છા વિરુદ્ધ બળજબરી ઉઠાવવામાં આવ્યો છે
ડોમિનિકામાં ચોકસીના વકીલ વેન માર્શે જણાવ્યું કે ભાગેડુ હીરાના બિઝનેસમૅનને કાયદા પ્રતિનિધિને મળવાનો અધિકાર છે અને આવું ના કરવામાં આવવું માનવ અધિકારનું ઉલ્લંઘન છે.
આ રાજ્યે કરી મોટી જાહેરાત, ૩૧ મે પછી અનલૉકની પ્રક્રિયા શરૂ થશે
