Site icon News Continuous Bureau | Mumbai

Meta vs US Govt on AI Models મેટાના અત્યાધુનિક AI મોડલ્સ પર અમેરિકાની નજર, સરકાર સમક્ષ ટેકનોલોજી સોંપવા દબાણ

Meta vs US Govt on AI Models નેશનલ સિક્યોરિટીના કારણોસર વ્હાઇટ હાઉસની કડકાઈ, મેટા હવે સરકારી રિવ્યુ માટે તૈયાર

Meta vs US Govt on AI Models મેટાના અત્યાધુનિક AI મોડલ્સ પર અમેરિકાની નજર, સરકાર સમક્ષ ટેકનોલોજી સોંપવા દબાણ

Meta vs US Govt on AI Models મેટાના અત્યાધુનિક AI મોડલ્સ પર અમેરિકાની નજર, સરકાર સમક્ષ ટેકનોલોજી સોંપવા દબાણ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Meta vs US Govt on AI Models આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની વધતી શક્તિ વચ્ચે અમેરિકાની ટ્રમ્પ સરકારે મેટા (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ) ની તેની એડવાન્સ AI સિસ્ટમ્સ સરકારી રિવ્યુ માટે સોંપવા મજબૂર કરી છે.

Meta vs US Govt on AI Models: સરકારનો તર્ક અને મેટાનો બદલાયેલો સૂર

ટ્રમ્પ પ્રશાસન માને છે કે પબ્લિક લોન્ચિંગ પહેલાં AI મોડલ્સની ક્ષમતાઓ અને સંભવિત જોખમોની તપાસ કરવી અનિવાર્ય છે. અત્યાર સુધી મેટાએ પોતાની સિક્રેટ ટેક્નોલોજી શેર કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સરકારના આકરા વલણને કારણે હવે મેટાએ નમતું જોખ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેઓ સુરક્ષિત AI ડેવલપમેન્ટના સરકારી ઉદ્દેશ્યનું સમર્થન કરે છે અને ટૂંક સમયમાં જ આ સરકારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.

Meta vs US Govt on AI Models: અન્ય કંપનીઓની સ્થિતિ અને પ્રતિબંધો

સરકારની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે અગાઉ Anthropic ના ‘Fable 5’ અને ‘Mythos 5’ જેવા મોડલ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. બીજી તરફ, માઇક્રોસોફ્ટ, ગૂગલ અને ઓપન-એઆઈ (OpenAI) જેવી દિગ્ગજ કંપનીઓએ વિવાદ ટાળવા માટે અગાઉથી જ પોતાના અનરિલીઝ્ડ મોડલ્સનું ‘અર્લી એક્સેસ’ સરકારને આપવાના કરાર કરી લીધા છે.

Meta vs US Govt on AI Models: યુઝર ડેટા અને ભારત પર અસર

આ તપાસને કારણે વિશ્વભરના અબજો યુઝર્સમાં ડેટા પ્રાઇવસીને લઈને ફફડાટ છે. લોકોના મનમાં પ્રશ્ન છે કે શું સરકારી તપાસના બહાને પર્સનલ ચેટ હિસ્ટ્રી અને પ્રાઇવેટ ડેટા સુરક્ષિત રહેશે? ભારતીય યુઝર્સ માટે સીધી રીતે ડેટાનો કોઈ મોટો ખતરો નથી, પરંતુ આ ગજગ્રાહ લાંબો ખેંચાય તો ભારતીય યુઝર્સને મળનારા સ્માર્ટ AI ફીચર્સના ‘ગ્લોબલ રોલઆઉટ’ માં વિલંબ થઈ શકે છે અને તેઓ આધુનિક ટેક્નોલોજીથી વંચિત રહી શકે છે.

👉 આ સમાચાર વાચો:
Khan Sir Bail પટના કોચિંગ વિવાદમાં ખાન સરને મોટી રાહત, ધરપકડ પર રોક યથાવત

India Kabaddi Gold Medal Iran Final કબ્બડ્ડીમાં ભારતે ફરી રચ્યો ઈતિહાસ રોમાંચક ફાઈનલમાં ઈરાનને પછાડી જીત્યો ગોલ્ડ મેડલ, વિશ્વ ચેમ્પિયન તરીકે દબદબો કાયમ!
Thackeray Brothers Maha Morcha ઠાકરે બંધુઓ ફરી એક મંચ પર! જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આ તારીખે રાજઉદ્ધવ ઠાકરેનો સંયુક્ત ‘મહામોર્ચો’
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Trump Rejects Ceasefire Offer ટ્રમ્પે યુદ્ધવિરામની ઓફર ફગાવી ઈરાન પર મોટા સૈન્ય હુમલાની તૈયારીના સંકેત, મિડલ ઈસ્ટમાં ફરી ભીષણ તણાવ!
Exit mobile version