Site icon News Continuous Bureau | Mumbai

Michigan Pile-up Accident: અમેરિકાના મિશિગનમાં બરફીલા તોફાનનો કહેર; હાઈવે પર 100 થી વધુ વાહનો વચ્ચે ભીષણ અકસ્માત, અનેક લોકો ઈજાગ્રસ્ત.

Michigan Pile-up Accident: ઇન્ટરસ્ટેટ 196 (I-196) પર વ્હાઇટઆઉટ સ્થિતિને કારણે સર્જાયો ચેન-રિએક્શન અકસ્માત; અનેક લોકો ઘાયલ, હાઇવે કલાકો સુધી બંધ રહ્યો.

Michigan Pile-up Accident: Over 100 vehicles collide on I-196 highway; massive pileup caught on video.

Michigan Pile-up Accident: Over 100 vehicles collide on I-196 highway; massive pileup caught on video.

News Continuous Bureau | Mumbai

 Michigan Pile-up Accident: અમેરિકાના મિશિગન રાજ્યમાં આર્કટિક બ્લાસ્ટ અને બરફીલા તોફાને ભારે વિનાશ વેર્યો છે. ઓટાવા કાઉન્ટીમાં આવેલા હાઇવે પર ઓછી વિઝિબિલિટીને કારણે એક પછી એક 100 થી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ ભયાનક અકસ્માતમાં 30 થી વધુ મોટા સેમી-ટ્રક્સ પણ સામેલ હતા. જોકે, રાહતની વાત એ છે કે આટલી મોટી દુર્ઘટના છતાં કોઈ પણ વ્યક્તિના મોતના સમાચાર નથી, પરંતુ 9 થી 12 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે મિશિગન સ્ટેટ પોલીસે ગ્રાન્ડ રેપિડ્સની દક્ષિણ-પશ્ચિમે આવેલા ઇન્ટરસ્ટેટ 196 ના બંને તરફના રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. બરફના કારણે રસ્તાઓ અત્યંત લપસણા બની ગયા હતા અને વાહનો કાબૂ બહાર જઈને એકબીજામાં ઘૂસી ગયા હતા. સ્થાનિક વહીવટીતંત્રે ફસાયેલા મુસાફરોને બસો દ્વારા નજીકની હડસનવિલ હાઈ સ્કૂલમાં ખસેડ્યા હતા.

Join Our WhatsApp Channel

વ્હાઇટઆઉટ સ્થિતિએ સર્જ્યો મોતનો ખેલ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લેક-ઇફેક્ટ સ્નોના કારણે આસપાસમાં કંઈ પણ જોવું અશક્ય બની ગયું હતું. ડ્રાઇવર એ જણાવ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે વિઝિબિલિટી એટલી ઓછી હતી કે સામેનું વાહન પણ દેખાતું નહોતું. લોકોએ બચવા માટે પોતાના વાહનોને રોડની નીચે ઉતારી દીધા હતા, તેમ છતાં પાછળથી આવતા વાહનો ધડાકાભેર અથડાતા રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Donald Trump’s Peace Plan: ડોનાલ્ડ ટ્રમ્પની ‘શાંતિ યોજના’માં કાશ્મીરનો ઉલ્લેખ! શું અમેરિકા ભારતની આંતરિક બાબતોમાં દખલ કરશે? જાણો દિલ્હીમાં કેમ મચી છે હલચલ

બચાવ કામગીરીમાં ક્રેન અને ટોઇંગ ટ્રકોની મદદ લેવાઈ

અકસ્માત બાદ હાઇવે પર સેમી-ટ્રેલર ટ્રકો આડા પડી ગયા હતા. ગ્રાન્ડ વેલી ટોઇંગ કંપનીએ ડઝનથી વધુ ટ્રકો મોકલીને આ ભંગાર હટાવવાની કામગીરી શરૂ કરી હતી. હાડ થીજવતી ઠંડીમાં બચાવકર્મીઓએ કલાકો સુધી મહેનત કરીને રસ્તો સાફ કર્યો હતો. પોલીસના મતે, આ હાઇવેને ફરીથી કાર્યરત કરવામાં ઘણો સમય લાગ્યો હતો.

નેશનલ વેધર સર્વિસની (NWS) આખા દેશ માટે ચેતવણી

નેશનલ વેધર સર્વિસે મિશિગન સિવાય મિનેસોટા, વિસ્કોન્સિન, ઇન્ડિયાના, ઓહિયો અને ન્યૂયોર્ક જેવા રાજ્યોમાં પણ ભારે હિમવર્ષા અને ઠંડા પવનની ચેતવણી આપી છે. તાપમાન શૂન્યથી નીચે -22 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા છે. ફ્લોરિડા અને જ્યોર્જિયા જેવા દક્ષિણી રાજ્યોમાં પણ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.

US Strategy To Seize Kharg Island Iran ઈરાનની આર્થિક કરોડરજ્જુ પર ટ્રમ્પની નજર ૯૦% તેલ નિકાસના કેન્દ્ર ‘આ’ ટાપુ પર કબજાની ધમકી
Trump Canada Tariff 100 Year Old Law કેનેડા પર ટ્રમ્પનો પ્રહાર ૫૦ ટકા વધારાનો ટેરિફ ઝીંકી ૧૦૦ વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો, વૈશ્વિક વેપાર યુદ્ધ તીવ્ર બન્યું
Middle East War Petro Gas Prices દરિયાઈ નાકાબંધીથી ગ્લોબલ ક્રૂડ માર્કેટ ડામાડોળ, સાઉદીના રૂટ સીલ થતાં કાચા તેલમાં ભડકો, ભારતમાં ઈંધણના ભાવ વધવાની ભીતિ
Iran US War Pakistan ઈરાનઅમેરિકા જંગ મધ્યસ્થી બનવા ગયેલું પાકિસ્તાન પોતે જ ‘બલિનો બકરો’ બન્યું, MoU પણ રદ્દી કાગળ સાબિત થયો!
Exit mobile version