Site icon News Continuous Bureau | Mumbai

Middle East Conflict:આરબ દેશોએ અમેરિકાને આપી લીલી ઝંડી! ઈરાન પરના હુમલા તેજ કરવા ટ્રમ્પ પર વધ્યું દબાણ.

Middle East Conflict:સાઉદી અરેબિયા, UAE, કુવૈત અને બહેરીને અમેરિકાને ઈરાની શાસનનો અંત લાવવા કરી અપીલ; આર્થિક નુકસાન અને સુરક્ષાના મુદ્દે આરબ જગત લાલચોળ.

Middle East Conflict: Saudi Arabia, UAE, and Gulf allies urge Donald Trump to continue military operations until Iran's leadership falls.

Middle East Conflict: Saudi Arabia, UAE, and Gulf allies urge Donald Trump to continue military operations until Iran's leadership falls.

News Continuous Bureau | Mumbai
Middle East Conflict: મધ્ય-પૂર્વના યુદ્ધમાં એક મોટો કૂટનીતિક વળાંક આવ્યો છે. અત્યાર સુધી શાંતિની અપીલ કરી રહેલા સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) સહિતના ખાડી દેશોએ હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાન ચાલુ રાખવા દબાણ કર્યું છે. આ દેશોએ ટ્રમ્પને એક ગુપ્ત સંદેશ મોકલીને જણાવ્યું છે કે એક મહિનાના હવાઈ હુમલા પછી પણ તેહરાનનું શાસન હજુ નબળું પડ્યું નથી. તેઓ ઈચ્છે છે કે જ્યાં સુધી ઈરાનના નેતૃત્વમાં મોટો ફેરફાર ન થાય ત્યાં સુધી આ જંગ અટકવી જોઈએ નહીં.

 ઈરાની નેતૃત્વ ખતમ કરવાની ઐતિહાસિક તક

અમેરિકી અને ઈઝરાયેલી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા, UAE, કુવૈત અને બહેરીન આ યુદ્ધને તેહરાનના પ્રભાવને કાયમ માટે ખતમ કરવાની એક ઐતિહાસિક તક તરીકે જોઈ રહ્યા છે. આ દેશોએ ખાનગી વાતચીતમાં ટ્રમ્પને કહ્યું છે કે જો અત્યારે યુદ્ધ રોકવામાં આવશે, તો ભવિષ્યમાં ઈરાન ફરીથી શક્તિશાળી બનીને ઉભરી શકે છે. આ દેશો ઈચ્છે છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ નિષ્ક્રિય કરવામાં આવે અને તેની બેલેસ્ટિક મિસાઈલ ક્ષમતાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવે.

Join Our WhatsApp Channel

UAE અને અન્ય ખાડી દેશોનો કડક વલણ

રિપોર્ટ્સ મુજબ, યુએઈ (UAE) અત્યારે ખાડી દેશોમાં સૌથી સખત વલણ અપનાવી રહ્યું છે. ઈરાન તરફથી અત્યાર સુધીમાં 2300 થી વધુ મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો સામનો કરી ચૂકેલું યુએઈ હવે ટ્રમ્પ પર જમીની હુમલો (Ground Attack) કરવાનો આદેશ આપવા માટે જોર આપી રહ્યું છે. યુએઈને ડર છે કે જો આ યુદ્ધ લાંબુ ખેંચાશે તો મધ્ય-પૂર્વમાં વેપાર અને પર્યટનનું હબ ગણાતા તેના શહેરોની છબી ખરડાઈ શકે છે. કુવૈત અને બહેરીન પણ આ કડક સૈન્ય કાર્યવાહીના પક્ષમાં છે.

આ સમાચાર પણ વાંચો : Government’s Digital Strike:સોશિયલ મીડિયા પર સરકારનો કડક સકંજો! નવા IT નિયમો જાહેર, ટેક કંપનીઓની જોહુકમી પર લાગશે બ્રેક.

ટ્રમ્પની દ્વિધા અને ઓમાન-કતારનો મધ્યમ માર્ગ

રવિવારે એરફોર્સ વન (Air Force One) માં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે સાઉદી અરેબિયા, કતાર, યુએઈ અને કુવૈત જેવી શક્તિઓ વળતો પ્રહાર કરી રહી છે. જોકે, ઓમાન અને કતારે હજુ પણ કૂટનીતિક ઉકેલનું સમર્થન કર્યું છે. ટ્રમ્પ અત્યારે યુદ્ધ વધારવું કે શાંતિ સમજૂતી કરવી તેની દ્વિધામાં છે. સાઉદી અરેબિયાનું સ્પષ્ટ માનવું છે કે અત્યારે યુદ્ધવિરામ કરવાથી કોઈ ‘સારી સમજૂતી’ થઈ શકશે નહીં, તેથી ઈરાનને સંપૂર્ણપણે પંગુ બનાવવું અનિવાર્ય છે.

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version