Site icon News Continuous Bureau | Mumbai

Middle East Crisis| ઈરાને કુવૈત પર કર્યો મિસાઈલ હુમલો વહેલી સવારે વાગી સાયરન, હાઈએલર્ટ પર બંને દેશો

Middle East Crisis| અમેરિકાઈરાન શાંતિ વાર્તા વચ્ચે મોટો ભડકો કુવૈતમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ; અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે (US CENTCOM) ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર કરી વળતી જવાબી કાર્યવાહી.

Middle East Crisis| ઈરાને કુવૈત પર કર્યો મિસાઈલ હુમલો વહેલી સવારે વાગી સાયરન, હાઈએલર્ટ પર બંને દેશો

Middle East Crisis| ઈરાને કુવૈત પર કર્યો મિસાઈલ હુમલો વહેલી સવારે વાગી સાયરન, હાઈએલર્ટ પર બંને દેશો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Middle East Crisis| મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ક્ષેત્રમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા યુદ્ધના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકા સાથે ચાલી રહેલી શાંતિ વાર્તા અને આંતરિક રાજકીય ગરમાવા વચ્ચે ઈરાને સોમવારે વહેલી સવારે પડોશી દેશ કુવૈત પર અચાનક જ સેંકડો મિસાઈલો અને ઘાતક ડ્રોન વડે મોટો હુમલો કરી દીધો છે. આ ભયાનક સૈન્ય હુમલા બાદ કુવૈતમાં હાઈએલર્ટ જાહેર કરીને યુદ્ધના સાયરન (War Sirens) વગાડવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે અને લોકો જીવ બચાવવા માટે અંડરગ્રાઉન્ડ બંકરો અને સુરક્ષિત સ્થળો તરફ દોડી રહ્યા છે.

કુવૈત ન્યૂઝ એજન્સી નો અહેવાલ- સેનાએ મિસાઈલ હુમલા રોકવા એર ડિફેન્સ સિસ્ટમ કરી સક્રિય

સત્તાવાર કુવૈત ન્યૂઝ એજન્સી દ્વારા જારી કરાયેલા અહેવાલ અનુસાર, સોમવારે સવારે ઈરાનની સરહદ તરફથી કુવૈતના સૈન્ય અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને મિસાઈલ અને ડ્રોન વરસાવવામાં આવ્યા હતા. હુમલાની તીવ્રતાને જોતા કુવૈતની સેનાએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો છે અને પોતાની આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ (Air Defense System) ને એક્ટિવ કરી દીધી છે. આ ડિફેન્સ સિસ્ટમ આકાશમાં જ દુશ્મન દેશ તરફથી આવી રહેલી આત્મઘાતી ડ્રોન અને મિસાઈલોને તોડી પાડીને હુમલાને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે, છતાં સમગ્ર દેશમાં યુદ્ધ જેવી કટોકટી સર્જાઈ છે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (US CENTCOM) નો દાવો- સેલ્ફ-ડિફેન્સમાં અમેરિકાએ ઈરાન પર કર્યા હવાઈ હુમલા

આ દરમિયાન અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે (US CENTCOM) ઈરાન પર કરવામાં આવેલા મોટા વળતા સૈન્ય હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી છે. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈરાનની ગેરકાયદેસર અને આક્રમક કાર્યવાહીના જવાબમાં ‘સેલ્ફ-ડિફેન્સ’ (સ્વ-બચાવ) હેઠળ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. વાસ્તવમાં, ઈરાને આંતરરાષ્ટ્રીય જળસીમા પર ઉડી રહેલા અમેરિકાના અત્યંત મોંઘા ‘MQ-1’ ડ્રોનને મિસાઈલ મારીને તોડી પાડ્યું હતું, જેના સણસણતા જવાબ તરીકે અમેરિકી વાયુસેનાએ ઈરાનના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે.

ઈરાનના ગોરુક અને કેશ્મ દ્વીપના રડાર સ્ટેશનો તબાહ, અમેરિકાએ ગણાવ્યા ‘લિમિટેડ સ્ટ્રાઈક્સ’

અમેરિકી સંરક્ષણ મંત્રાલયે વિગતો આપતા જણાવ્યું છે કે, તેમના ફાઈટર એરક્રાફ્ટે શનિવાર અને રવિવાર દરમિયાન ઈરાનની અંદર ઘૂસીને તેના એર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે વન-વે એટેક ડ્રોનને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. આ સિવાય ઈરાનના વ્યૂહાત્મક ગોરુક (Goruk) વિસ્તાર અને કેશ્મ દ્વીપ (Qeshm Island) પર આવેલા રડાર તેમજ ડ્રોન કમાન્ડ એન્ડ કંટ્રોલ સાઇટ્સને બોમ્બમારો કરીને ઉડાવી દેવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસે આ હુમલાને ‘માપેલા અને મર્યાદિત’ (Measured Strikes) ગણાવ્યા છે, પરંતુ ઈરાન દ્વારા કુવૈત પર કરાયેલા વળતા હુમલા બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ૬૦ દિવસની યુદ્ધવિરામ (Ceasefire) અને શાંતિ સમજૂતી જોખમમાં મુકાઈ ગઈ છે.

👉 આ સમાચાર વાચો:
IMD Weather Alert| આગામી ૮ કલાક ભારે, ચક્રવાતના ખતરા વચ્ચે આ રાજ્યોમાં તૂટી પડશે આફતનો વરસાદ

US Visa Fee Hike In Effect અમેરિકા જવું અને રહેવું આજથી વધુ મોંઘું! યુએસ સરકારે રાતોરાત વધારી દીધી ફી; જૂની ફી વાળી અરજીઓ રદ થશે
Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
Police Action At Abhijit Dipke Residence અભિજિત દીપકેના ઘરે પહોંચી પોલીસ દિલ્હીમાં ‘તિરંગા યાત્રા’ યોજાય તે પહેલાં મોટો એક્શન, અટકાયતની શક્યતા
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
Exit mobile version