Site icon News Continuous Bureau | Mumbai

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો

Middle East Tension યમન સરહદે ભારે લશ્કરી જમાવડો, લાલ સમુદ્રમાં તણાવ ચરમસીમાએ પહોંચતાં મિડલ ઈસ્ટમાં ફરી ભડકો થવાની આશંકા

Middle East Tension  વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Middle East War Escalation Houthi Strikes મધ્ય પૂર્વમાં પહેલાથી જ ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે વધુ એક વિનાશક યુદ્ધ ફાટી નીકળવાના સંકેતો મળી રહ્યા છે, જ્યાં યમનના હૂથી વિદ્રોહીઓ સામે સાઉદી અરેબિયાના લશ્કરી ઓપરેશનનો ગુપ્ત પ્લાન લીક થતાં અને પાકિસ્તાન દ્વારા ૪૦ હજાર સૈનિકો મોકલવામાં આવ્યા હોવાના અહેવાલોથી વૈશ્વિક સ્તરે હડકંપ મચી ગયો છે.

Middle East Tension – સાઉદી અરેબિયાનો સૈન્ય એક્શન પ્લાન લીક થતાં ચકચાર

મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે ગુપ્તચર વર્તુળોમાંથી સાઉદી અરેબિયાનો એક અતિ સંવેદનશીલ સૈન્ય દસ્તાવેજ લીક થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ દસ્તાવેજ મુજબ, લાલ સમુદ્ર (Red Sea) માં વેપારી જહાજો પર સતત મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહેલા યમનના ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓના અડ્ડાઓને કાયમી ધોરણે નષ્ટ કરવા માટે એક મોટા પાયા પરના સંયુક્ત સૈન્ય અભિયાનની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી. આ યોજના લીક થતાં સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે.

Middle East War Escalation Houthi Strikes – પાકિસ્તાને સાઉદીની સુરક્ષા માટે ૪૦ હજાર સૈનિકો રવાના કર્યાના દાવા

આ લીક થયેલી માહિતીમાં સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ યોજના હેઠળ પાકિસ્તાન પોતાની સેનાના આશરે ૪૦,૦૦૦ જેટલા જવાનોને સાઉદી અરેબિયાના સરહદી વિસ્તારોમાં તૈનાત કરવા મોકલી રહ્યું છે. દ્વિપક્ષીય સુરક્ષા સમજૂતી હેઠળ પાકિસ્તાની સેના સાઉદીની દક્ષિણી સરહદો અને મહત્વના વ્યૂહાત્મક મથકોનું રક્ષણ કરશે, જેથી સાઉદી વાયુસેના અને વિશેષ દળો હૂથીઓના મિસાઈલ લોન્ચ પેડ્સ પર સીધા હવાઈ અને જમીની હુમલા કરી શકે. આ મોટા પાયે સૈન્ય જમાવડાથી ઈરાન અને સાઉદી વચ્ચેનો પ્રોક્સી સંઘર્ષ સીધા યુદ્ધમાં ફેરવાઈ જવાનું મોટું જોખમ ઊભું થયું છે.

Middle East War Escalation Houthi Strikes – ગ્લોબલ ટ્રેડ અને ક્રૂડ ઓઇલ બજાર પર યુદ્ધની ગંભીર અસરની ભીતિ

જો આ સૈન્ય યોજના સંપૂર્ણ રીતે અમલમાં આવે છે, તો બાબ-અલ-મંદેબ અને સુએઝ કેનાલ મારફતે થતા આંતરરાષ્ટ્રીય જળ પરિવહનને મોટો ફટકો પડશે. હૂથી જૂથે પહેલેથી જ ચેતવણી આપી છે કે સાઉદી કે તેના સાથી દેશો તરફથી કોઈપણ પ્રકારનું નવું આક્રમણ થશે તો રિયાધ અને આસપાસના ઓઇલ રિફાઇનરી પ્લાન્ટ્સ પર ફરીથી બેલિસ્ટિક મિસાઇલોનો વરસાદ વરસાવવામાં આવશે. આ સંભવિત યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવો ભડકે બળે અને વૈશ્વિક અર્થતંત્રમાં ફુગાવો વધે તેવી દહેશતને પગલે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને પશ્ચિમી દેશો તાત્કાલિક સ્થિતિ થાળે પાડવા સક્રિય બન્યા છે.

👉 આ સમાચાર વાચો:
Rahul Gandhi Satyagrah Platform જનઆંદોલનને મળશે ડિજિટલ તાકાત રાહુલ ગાંધીએ શરૂ કર્યું ‘સત્યાગ્રહ’ પોર્ટલ, સામાન્ય નાગરિકો સીધા ઉઠાવી શકશે અવાજ

Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Christa Pike Survives Botched Lethal Injection ફાંસીની સજા છતાં મોતના મુખમાંથી પાછી આવી મહિલા કેદી ઝેરી ઇન્જેક્શનના 2 ડોઝ આપવા છતાં ન થયું મોત..
Exit mobile version